Vishesh News »

ખાનવેલની શિખા શ્રીવાસ્તવ વિકલાંગ હોવા છતાં પ્રેરણાસ્ત્રોત બની રહી છે

(જીજ્ઞેશ હળપતિ - સેલવાસ) સેલવાસ, તા. ૦૪ : ખાનવેલ સ્કૂલમાં અભ્યાસ કરતી શિખા શ્રીવાસ્તવ નામની વિદ્યાર્થીની જેણે શારીરિક વિકલંગતાની વૈતરણી પાર કરી જીવન સામે ઝુઝમવાનો પડકાર ઝીલ્યો છે. નાની ઉંમરમાં સ્કૂલથી ઘરે પરત થતી વખતે રોડ અકસ્માતમાં શરીરની કરોડરજ્જુને થયેલી ઇજા ઍટલી ભયાનક હતી કે ૮૦ ટકા કરોડરજ્જુ ક્ષતિગ્રસ્ત થઈ જતા છેલ્લા ૯ વર્ષ થી પથારીવશ રહી ધોરણ ૧૦ પરીક્ષા આપી ૮૩ ટકા માર્ક મેળવ્યા હતા. અભ્યાસ માટે આજે ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા ચાલુ સારવાર દરમ્યાન આપવા જઈ રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ આબોલી પટેલાદ ના ખડોલી ગામે રહેતા શ્રીવાસ્તવ પરિવારે શીખા ના ઉછેર પર વિષેશધ્યાન આપી ખુમારીભર્યું જીવન જીવે ઍવું વાતાવરણનું નિર્માણ કર્યું. અકસ્માતમાં પછી શિખાની જિંદગીમાં આમૂલ પરિવર્તન આવ્યું. ત્યારે ઘરની બહાર રમતા બાળકોને જોઈ વિચારતી કે હું પણ કયારે આ લોકોની જેમ ચાલી કુદી શકીશ સાથે જ મનમાં વિચારતી કે મારો પરિવાર મારા માટે આટલો પરિશ્રમ કરે તો મારે પણ કંઈક કરી બતાવવું છે. હું ભલે શરીરથી લાચાર છું પણ મારી પાસે મજબૂત મનોબળ છે. શીખાનો પુર્ન શાળા પ્રવેશ થયો. રોજ માતાના સહારે આવતી જતી હતી. લાંબી માંદગી અને ભારે આર્થિક ખર્ચ માં પરીવારની હાલત ખરાબ છે ઍવા સમયે આ મજબૂત મનોબળની શિખાની પડખે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી ઍને હિંમત આપે ઍવા પ્લેટફોર્મની જરૂરિયાત ઉભી થઇ છે. સેવાના આ અવસર ને સમાજ ઉમળકાભેર વધાવશે ઍવી અપેક્ષા રાખી રહ્ના છે. શિખાની માતાઍ સાચા અર્થમાં દીકરીઓ વિશે નકારાત્મક વિકલંગતા ધરાવતા પરિવારો માટે સાબિત કરી બતાવ્યું છે કે દીકરી સાચા અર્થમાં વ્હાલનો દરિયો છે. ઍમ ચોક્કસ કહી શકીઍ.