Vishesh News »

આછવણીના પ્રગટેશ્વરધામમાં મહાશિવરાત્રિ પર્વ ઉજવણીની તૈયારી

પ્રગટેશ્વર દાદાના અભિષેક માટે નાશિક રામકુંડથી ગોદાવરીનું જળ કાવડમાં લઇ આવેલા પદયાત્રાઍ આવનારા શિવભક્તોને પ્રસ્થાન કરાવાયું ધરમપુર, તા. ૦૩ : -ગટેશ્વર ધામ આછવણીના અધિષ્ટાતા ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાની પ્રેરણાથી શિવપરિવાર દ્વારા આગામી મહાશિવરાત્રી પર્વની ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણી અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ નાશિક-મહારાષ્ટ્રના અનેક શિવભક્તો નાશિક રામકુંડમાંથી ગોદાવરી નદીનું પવિત્ર જળ કાવડમાં લઇ પ્રગટેશ્વરધામ આછવણી સુધી પદયાત્રા કરીને આવશે. આ પદયાત્રીઓને ધર્માચાર્ય પરભુદાદાઍ ગોદાવરી તટ-નાશિકથી પ્રસ્થાન કરાવી શુભયાત્રાના આશીર્વાદ પાઠવ્યા હતા. આ પદયાત્રા નાશિકથી નીકળી દીંડોરી, સુરગાણા થઇ બોપી ખાતે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરશે, ત્યારે તેનું ગુજરાત શિવ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત પદયાત્રીઓના રાત્રિ રોકાણના સ્થળે પણ સત્સંગ ભજનના કાર્યક્રમો યોજાશે. નાસિકમાંથી પદયાત્રા નીકળી તે સમયે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આ અવસરે ગોદાવરી નદીમાં હોડીની અંદર ઍક કુંડી ગોદાવરી યજ્ઞ તેમજ ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવી હતી. ભૂદેવો અનિલભાઈ જોષી અને કશ્યપભાઈ જાનીઍ યજ્ઞ, સત્યનારાયણ ભગવાનની કથા તેમજ કાવડ પૂજા સંપન્ન કરાવી હતી. પ્રગટેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આજે આચાર્ય અનિલભાઈ જોશીઍ મંત્રોચ્ચાર સાથે ધજારોહણ કરાવી ભગવાન શિવને શિવરાત્રી પર્વમાં સહભાગી થઈ આશીર્વાદ આપવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. નાશીકથી પદયાત્રા પ્રસ્થાન અવસરે ધર્માંચાર્ય પરભુદાદાઍ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, આપણાથી જીવનમાં જાણે-અજાણે અનેક પાપો થાય છે, આ પાપ ધોવા આપણે તીર્થસ્થાનોમાં જઈઍ છીઍ. આજે આપણે પુણ્ય ભૂમિ નાસિકમાં આવ્યા છીઍ, રામ ચરણ સ્પર્શની ભૂમિ છે, અહીંનું પાણી પણ ઍક તીર્થ કહેવાય છે. અહીંની ભૂમિનું મૂલ્ય આંકી શકાય તેમ નથી, આ ભૂમિમાંથી નીકળતી પવિત્ર ગોદાવરી નદીનું જળ અહીંના શિવભક્તો કાવડમાં લઈ પદયાત્રા કરીને શ્રદ્ધાપૂર્ણ રીતે પ્રગટેશ્વર દાદાને અભિષેક કરશે. જે થકી તેઓ અનેકગણું પુણ્ય પ્રા કરશે. પ્રગટેશ્વર સેવા સમિતિ મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે ખાંદવેઍ પદયાત્રીઓ તેમજ ઉપસ્થિત સૌનું સ્વાગત કરી પદયાત્રાની રૂપરેખા આપી હતી. કશ્યપભાઈ જાનીઍ જણાવ્યું હતું કે, પ્રગટેશ્વર દાદાની કૃપા જેમની ઉપર હોય તે ભાગ્યશાળી જ પદયાત્રામાં ભાગ લઈ શકે છે. ભગવાન શિવની યાત્રામાં જેને સહભાગી થવાનો અવસર મળ્યો છે, તે ઍમનું અહોભાગ્ય છે. પદયાત્રા પ્રસ્થાનના શુભ અવસરે પ્રગટેશ્વર મહાદેવ મંદિર સમિતિના ખજાનચી અમિતભાઇ પટેલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ સહિત શિવ પરિવારના અપ્પુભાઇ પટેલ, વિપુલભાઇ પાંચાલ, મયંકભાઈ બ્રહ્મભટ્ટ, કૃપાશંકર યાદવ, પ્રવિણભાઇ પટેલ સહિત શિવ પરિવાર ઉપસ્થિત રહ્ના હતા.