Vishesh News »

૧૧ લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે દુલસાડમાં મહાશિવરાત્રીના ઉત્સવનો પ્રારંભ

૧૧ લાખ રુદ્રાક્ષના સથવારે ૧૫ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ  શિવલિંગ દર્શન માટે ખુલ્લું મૂકાયુ ઃ રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને શિવ કથાકાર બટુકભાઈ વ્યાસના મુખે શિવકથાનો આરંભ (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૦૩ : વલસાડ તાલુકાના દુલસાડમાં ૧૧લાખ રુદ્રાક્ષના સથવારે ૧૫ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગ, શિવકથાની ભવ્ય અને દિવ્ય શરૂઆત ચાર વાર લિમ્કા બુક ઓફ રેકોર્ડસ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાનાં સર્જક(પેટન્ટ હોલ્ડર) વિખ્યાત શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં અને મહાનુભાવોની હાજરીમાં થઈ હતી. શિવ કથાકાર બટુકભાઈ વ્યાસની પાવન પ્રેરણાથી શ્રી મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ-૨૦૨૪ તથા વાંકલ,દુલસાડના ગ્રામજનો આયોજીત આ ૩૮મો મહાશિવરાત્રી મહોત્સવ-૨૦૨૪માં જીવને શિવ તરફ ગતિ કરાવતી મોક્ષદાયી શિવકથા, ભગવતી જગદંબાનું શ્રેષ્ઠ સત્કર્મ સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને દીકરી દેવો ભવઃ ૧૦૮ કુંવારીકા પૂજન, શિવલિંગજીની મહાઆરતી, રુદ્રાભિષેક, મહાશિવરાત્રી રાત્રિ પૂજન, મહા મૃત્યુંજય મંત્ર જાપ, શિવ મહિમ્નૅં સ્તોત્ર પાઠ, હનુમાન ચાલીસા પાઠ, મહાપ્રસાદ - ભંડારો, રક્તદાન કેમ્પનું ભવ્ય અને દિવ્ય આયોજન રુદ્રાક્ષધામ વાંકલ બસ સ્ટેન્ડ પાસે વાંકલ-બારસોલ રોડ દુલસાડ ગામે કરાતા સમગ્ર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે. મહા શિવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ પોથીયાત્રા અને રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણ સાથે વિધિવત રીતે થયો હતો.