Vishesh News »

દમણ-દીવ સંસદીય બેઠક પર ભાજપના લાલુ પટેલને ચોથીવાર ટિકીટ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૦૩ : ભારતીય જનતા પાર્ટીઍ દમણ દીવમાંથી ચોથી વખત લાલુભાઈ પટેલને ટિકિટ આપી છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં દમણ-દીવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શનિવારે સાંજે લાલુભાઈ પટેલના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકોનું ટોળું સાંસદને મળવા આવી ગયું હતું. લાલુભાઈ પટેલ ભાજપની ટિકિટ પર ચોથી વખત લોકસભા ચૂંટણી લડશે. લાલુભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્નાં કે આ ટિકિટ દમણ-દીવના લોકોની છે. સર્વે દરમિયાન તમામે સહકાર આપ્યો હતો. ૨૦૧૪ પછી જ દમણ દીવમાં ઘણો વિકાસ થયો છે. નાનું લાગતું આ રાજ્ય વિકાસને કારણે વિશ્વના નકશા પર આવી ગયું છે. રાજ્યમાં મેડિકલ, ર્નસિંગ, ઍન્જિનિયરિંગ કોલેજ અને ટુરીઝમ સહિતના અનેક કામો થયા છે. દમણ દીવનું ફૂલ પણ ભાજપની ૪૦૦ બેઠકોમાં સામેલ થશે.