Vishesh News »

ઉમરગામ ભીલાડ અને ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગનું ખાતમુર્હત કરાયું

રૂ. ૨૩ કરોડના ખર્ચે બે મહત્વના માર્ગોનું નવીનીકરણ કરાશે (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૦૩ : ઉમરગામ ટાઉન અકરા મારૂતિ મંદિર પાસે બે મહત્વના માર્ગોના નવીનીકરણ ની કામગીરી સંદર્ભે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય રમણભાઈ પાટકર ના હસ્તે વિધિવત ખાતમુરત કર્યા બાદ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા ધારાસભ્ય રમણભાઈ પાટકર ઍ જણાવ્યું હતું કે ઉમરગામ ટાઉન પ્લાનિંગ સ્ટેશન મુખ્ય માર્ગ અને ઉમરગામ ભીલાડ મુખ્ય માર્ગના નવીનીકરણ માટે સરકારમાં દરખ્વાસ કરાઈ હતી પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં નેગોસીઍશન ને કારણે વિલંબ થયો હતો આગામી બે દિવસમાં તે અંગેનો નિર્ણય લેવાશે પરંતુ ઍજન્સી નક્કી કરાતા ખાતમુરત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ચાર માસમાં બંને મુખ્ય માર્ગોને નવીનીકરણની કામગીરી પૂર્ણ કરાશે તદુપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારને વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી પૂરી પાડી હતી. કાર્યક્રમમાં યુઆઇઍ પ્રમુખ જીગ્નેશભાઈ બારી, અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી, જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવ, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષ રાય, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન, સોળસુંબા ગ્રામ પંચાયત ભાજપ આગેવાન જવાહરભાઈ પુરોહિત, તેજાભાઈ ચૌધરી, રત્નેશ્વર ચોરસીયા સહિત નગરપાલિકા કોર્પોરેટરો અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.