Vishesh News »

ઉમરગામ કોસ્ટલ હાઇવે પર વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીમાં ગોટાળા!

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૦૩ ઃ ઉમરગામ કોસ્ટલ હાઈવે પર મામલતદાર કચેરીના નિર્માણ માટે તેમજ ઉમરગામ નગરપાલિકાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ના નિર્માણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીન ફાળવણી કરાઈ છે. અન્ય વિભાગો જેમાં ઍસટી વિભાગ અને સબ રજીસ્ટર કચેરીના નિર્માણ માટે પણ જમીન ફાળવણી કરાઈ છે ઍચટીપી પ્લાન્ટનો નિર્માણાધીન ભાગ મામલતદાર કચેરીને ફાડવેલ જમીન હદમાં હોવાનો હદ નક્કી કરવાની પ્રક્રિયા દરમિયાન ડીઍલઆરના અધિકારીઓને જોડાઈ આવ્યું હતું. મામલતદાર કચેરીના નિર્માણ માટે આશરે રૂપિયા ૫ કરોડ ને ફાળવણી કરાઈ છે. જ્યારે ઍચ ટી પી પ્લાન્ટનું નિર્માણ કાર્ય લાંબા સમયથી ચાલી રહ્નાં છે હવે હદ બાબતે ગોટાળા સર્જાતા અંતિમ નિર્ણય ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાશે આવી જ સ્થિતિ કંઈક ઉમરગામ નગરપાલિકાને ફાળવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જમીનમાં પણ થઈ છે. શનિવારે સ્પોર્ટ કોમ્પ્લેક્સની જમીનમાં ઍસટી વિભાગના પ્રતિનિધિઓ દ્વારા બોર્ડ લગાવવાની કામગીરી થઈ રહી હતી. તે દરમિયાન નગરપાલિકા પ્રમુખ મનીષ રાય અને અન્ય પ્રતિનિધિઓ આવી પહોંચ્યા હતા અને ૨૦૨૧ માં ડી ઍલ આર કચેરી દ્વારા હદ નક્કી કર્યા બાદ નકશો અને દસ્તાવેજો આપ્યા હતા તેને આધાર બનાવી ઍસટી વિભાગના પ્રતિનિધિઓને બોર્ડ લગાવવાની ના પાડી હતી. વધુમાં પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે જિલ્લા કક્ષાઍથી જમીન ફાળવણી બાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ના નિર્માણ માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આશરે ૪૦ લાખ કરતાં વધુની રકમનો ખર્ચ કરી માટે પૂર્ણ કરાવી છે જ્યાં હવે ઍસટી વિભાગ દ્વારા ૨૦૨૨ માં ડીઍલ.આર કચેરી દ્વારા ઍક ઍકર જમીન તેઓને ફાડવી હોવાનો દાવો કરાયો છે. જો ઍસટી વિભાગને જમીન પાડવી દેવાય તો નગરપાલિકા દ્વારા કરાયેલ ૪૦ લાખ રૂપિયા ન ખર્ચ વ્યસ્ત સાબિત થશે. ઉપરોક્ત બાબતે નગરપાલિકા પ્રમુખ મનીષરાય દ્વારા પારડી પ્રાંત અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરી સમગ્ર બાબતે અગત કર્યા હતા જોકે તેઓઍ ડીઍલઆરના અધિકારીઓને હદ નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું હતું અને આગામી સાહમાં ફાળવણીમાં થયેલ ગોટાળા નો ઉકેલ લાવવા હૈયા ધરપત આપી હતી.ઍક તરફ લાંબા સમયથી મામલતદાર કચેરીના નિર્માણ માટે પ્રયાસો થઈ રહ્ના છે કોસ્ટલ હાઇવે પર જમીન ફાળવણી અને સરકાર દ્વારા પાંચ કરોડ મંજૂર સરકાર દ્વારા રૂપિયા પાંચ કરોડ મંજૂર કરાતા કચેરીનું નિર્માણ કાર્ય શરૂ થશે ઍવી આશા જાગી હતી પરંતુ જમીન ફાળવણીમાં થયેલ ગોટાળા જોતા મામલતદાર કચેરી નું નિર્માણ (અનુ. પા.નં. ૨ પર) પા.નં. ૧ નું ચાલુ... ઉમરગામ કોસ્ટલ હાઇવે પર.... કાર્ય કેટલા સમયમાં શરૂ કરાશે તે અંગે સવાલો ઊભા થયા છે તો બીજી તરફ ઍસટી વિભાગ પાસે નારગોલ ખાતે ડેપો હોવા છતાં કોસ્ટલ હાઇવે પર જમીનની માંગણી કરવી કેટલી યોગ્ય ગણાય તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે ઉમરગામ તાલુકાના દક્ષિણ વિસ્તારમાં ઍસટીની રૂટો આંગળીના વેઢે ગણાય ઍટલી જ છે. જો નારગોલ ડેપોનું જ રીનોવેશન કરી ઉપયોગમાં લેવાય તો કોસ્ટલ હાઇવે પર અન્ય લોક ઉપયોગી કાર્ય માટે જમીન ફાળવી શકાય તે અંગે -ાંત અધિકારીઍ સમીક્ષા કરી સરકારનું ધ્યાન દોરવું જોઈઍ. હવે નગરપાલિકાનો જ્યાં સુધીનું -‘ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે ફાળવેલ જમીન પેટે ચોક્કસ રકમ ભરી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ માટી ભરણી ન કાર્ય શરૂ કર્યું છે હવે જો ટાઇટલ અંગે -‘ો ઉભો થાય તો પોર્ટ્સ કમ્પલેટ ની કામગીરી પણ વોચમાં પડશે. સમગ્ર -કરણમાં ઍક વાત તો નિ?ત છે કે જિલ્લા કક્ષાઍથી જમીન ફાળવણીમાં મોટો ઘટાડો થયો છે અને હવે તમામ વિભાગો વચ્ચેની અસ મંજસ ની સ્થિતિ સ્પષ્ટ થાય તે અંગે અંતિમ નિર્ણય ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાશે.