Vishesh News »

ભીલાડ-સરીગામ માર્ગ પર ઈજાગ્રસ્ત બે ગાયને ઉગારાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૩ ઃ ભીલાડ સરીગામ મુખ્ય માર્ગ ઉપર અજાણ્યા વાહન દ્વારા રખડતી ગાયને ટક્કર મારી ગંભીર ઈજા કરતા ગાયને બચાવવા માટે વાપીના સામાજિક કાર્યકર્તા અને સર્વદલીય ગૌરક્ષા મંચ ભારતના કિરણભાઈ રાવલ દ્વારા ઘટના સ્થળે પહોંચી ગાયોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સ્થાનિક ગૌશાળાના સંચાલકને જાણ કરી સરીગામની ગૌશાળામાં મોકલી આપવામાં આવી હતી. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત શનિવારના રોજ ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આવેલ સરીગામ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર રખડતી કેટલીક ગાયોને કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને લઇ આ ગાયો રસ્તા વચ્ચેથી ચાલી શકતી પણ ન હતી. જેને લઇ આ ઘટના અંગે વાપીના સામાજિક કાર્યકર્તા અને સર્વદલીય ગૌરક્ષા મંચ ભારત ના ગુજરાત પ્રદેશના સહમંત્રી ઍવા કિરણભાઈ રાવલને જાણ થતા જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગાયોને રસ્તાની વચ્ચેથી કેટલાક અન્ય યુવાનોની મદદથી સાઈડમાં પહોંચાડી મેડિકલ સારવાર અપાય હતી અને ત્યારબાદ તેઓઍ તાત્કાલિક સરીગામ ખાતે આવેલ ગૌશાળા ચલાવતા કમલેશભાઈ પંડિતને મોબાઈલ ફોન કરી આ ગાયોને ગૌશાળામાં રાખવા જણાવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગાયોને ગૌશાળામાં લઈ ગયા હતા