Vishesh News »

જીલ્લામાં લૂંટ, ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીમાં બે ઈસમોની અટક

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ જિલ્લામાં ફાયરીંગ કરી જવેલર્સની લૂંટ, ચેઇન સ્નેચીંગ તથા વાહન ચોરીના ૩૫થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ પોલીસ જાામાંથી ફરાર કુખ્યાત ગેંગના આરોપીને ઝડપી પાડી ૧૬ જેટલા ગુનાઓનો વલસાડ ઍલસીબીની ટીમે ભેદ ઉકેલ લીધો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી વાપી, પારડી, ઉમરગામ, ભિલાડ, ડુંગરા વિસ્તારોમાં દિવસ દરમ્યાન ચેઇન સ્નેચીંગના બનાવો બનતા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક, ડૉ. કરનરાજ વાઘેલાની સુચના મુજબ વલસાડ જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા માટે વલસાડ જિલ્લા ઍલ.સી.બી. તથા ઍસ.ઓ.જી.ના પો.ઇન્સ. સુપરવિઝન હેઠળ ઍલ.સી.બી./ઍસ.ઓ.જી. તથા ડુંગરા, વાપી ટાઉન, ભિલાડ, પારડી પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની ૧૦ થી વધુ અલગ અલગ ટીમો બનાવી ગુના ની જગ્યા અને આજુબાજુ રૂટ ઉપરના ૧૫૦ થી વધારે સી.સી.ટી.વી. કેમેરા ફુટેજ મેળવી અભ્યાસ કરી તેમજ ચેઇન સ્નેચીંગના બનાવ ની જગ્યા પર ના સી.સી.ટી.વી. ફુટેજ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે ઍનાલીસીસ કરતાં ગુનામાં સંડોવાયેલ ઇસમોનું વર્ણન, ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહન આરોપીના ફોટાઓની માહિતી ઍકઠી કરવામાં આવેલ હતી. જે આધારે વલસાડ જીલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો ચેઇન સ્નેચીંગમાં સંડોવાયેલ આરોપીની સી.સી.ટી.વી. ફુટેજ આધારે તપાસમાં હતી, તે દરમ્યાન તા.૦૧/૦૩/૨૦૨૪ ના રોજ પારડી તાલુકાના ટુંકવાડા ગામે ફરી વખત ચેઇન સ્નેચીંગનો બનાવ બનતા જિલ્લા પોલીસવડાની સૂચનાથી તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી હતી. અને અલગ અલગ વિસ્તારોમાં પોઇન્ટ ગોઠવી કોડન કરી નાકાબંધી પેટ્રોલિંગ રાખી હતી. તે દરમિયાન પાર્ટી પોલીસ મથક સ્નેચિંગના ગુંડામાં સંડાવાયેલો ઈસમ કાળા કલરનું બાઈક લઈ વાપી શહેર નામધા ચંડોળ વિસ્તારમાં ફેરા મારતો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી આરોપી જયનંદ ઉર્ફે બિલ્લા ગણેશ ગાંધી પાસવાન ઉં.વ. ૨૪ હાલ-અણગામ, નવીનગરી, રામબહાદુર યાદવના રૂમમાં તા. ઉમરગામ જી.વલસાડ ન બોઈસર મહારાષ્ટ્ર મૂળ રહે. બિહારની અટક કરી તેની પાસેની બેગમાં તપાસ કરતા સોનાના દાગીના, રોકડા રૂપિયા, મોબાઇલ ફોન, કપડા, માસ્ક, ટોપી, જેકેટ તથા રેકઝીન કવરવાળું ચપ્પુ, લાકડાના હાથાવાળું ધારીયું તથા અગાઉ ચોરી કરેલ અન્ય મોટર સાયકલ, મોપેડ મળી કુલ કિ.રૂ. ૪,૦૯,૩૨૪નો મુદામાલ કબજે કરવામાં આવેલ અને પકડાયેલ આરોપીને વધુ તપાસ અર્થે વાપી ટાઉન પોલીસ મથકમાં સોંપવામાં આવેલ છે.