Vishesh News »

પ્રિયંકા ગાંધીને દમણ-દીવ બેઠકથી ઉતારવા અભિપ્રાય મંગાવાયો હતો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૩ ઃ લોકસભાની ચૂંટણીના સૌથી મોટા સમાચાર છે. કે ગુજરાતના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ-દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે. આ દાવો ખુદ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે કર્યો છે.મહત્વપૂર્ણ છે કે ભાજપે દમણ દીવ લોકસભા બેઠક પર સતત ચોથી વખત ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલનું નામ જાહેર કર્યું છે. આ બેઠક પર રાજકીય પાર્ટીઓમાં સૌપ્રથમ ભાજપઍ ઉમેદવારનું નામ જાહેર કરતા જ રાજકારણ ગરમાયું છે.ઍવા સમયે હવે કોંગ્રેસ પણ આ બેઠક પરથી કોંગ્રેસના સૌથી મોટા ચહેરા ઍવા પ્રિયંકા ગાંધીને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. દમણ-દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે મીડિયાની સાથેની વાતમાં પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે તે વાતમાં તથ્ય ગણાવ્યું છે. અને આ બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય લેવલના વર્તુળમાં પણ તેની ચર્ચાઓ અને આ બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ઉતારવાનું ગણિત લગાવાઇ ચૂક્યું છે .અને તમામ સમીકરણોને ધ્યાને રાખીને જ પ્રિયંકા ગાંધીને આ નાનકડા સંઘ પ્રદેશમાંથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. મીડિયા સાથેની વાતમાં કેતન પટેલે દાવો કર્યો હતો કે કોંગ્રેસના રાષ્ટ્રીય મોવડી મંડળે પ્રિયંકા ગાંધીને દમણ દીવ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવા માટે તેમનો અભિપ્રાય માંગ્યો હતો. અને તેઓઍ આ બેઠક પરથી જો પ્રિયંકા ગાંધી કોંગ્રેસ નો ચહેરો બને તો ન માત્ર દમણ દીવ પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકો પર તેની અસર થઈ શકે છે. સાથે જ દીવ કારણે પણ સમગ્ર સૌરાષ્ટ્રની લોકસભા બેઠકો પર તેની અસર થઈ શકે છે. આટલેથી ન અટકતા કેતન પટેલે પ્રિયંકા ગાંધીને દેશના ભાવી વડાપ્રધાન તરીકે પણ ગણાવ્યા હતા.મહત્વપૂર્ણ છે કે દેશ આખામાં અત્યારે ગાંધી પરિવારના સભ્યો ક્યાંથી ચૂંટણી લડી શકે છે..?? તે અંગેની ચર્ચાઓ જોર શોરથી ચાલી રહી છે. ઍવા સમયે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ઍ કરેલા આ દાવાને કારણે હવે આ નાનકડા પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પ્રિયંકા ગાંધીને દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતારવા અંગે ચાલી રહેલી છે.