Vishesh News »

ડાંગમાં વાદળછાયું વાતાવરણ ઃ શીતલહેર ફેલાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૦૩ ઃ રાજ્યમાં હવામાન વિભાગની આગાહીનાં પગલે છેલ્લા બે ત્રણ દિવસથી ક્યાંક વાદળછાયુ વાતાવરણ તો ક્યાંક કમોસમી વરસાદ પડતા દ્વિભાસી ઋતુચક્રનો અહેસાસ થઈ રહ્ના છે.રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ છેલ્લા ત્રણેક દિવસથી ક્યાંક વાદળછાયુ વાતાવરણ તો ક્યાંક અમીછાટણા તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો કમોસમી વરસાદ જોવા મળ્યો છે.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, શામગહાન, ચીખલી, સાકરપાતળ, વઘઇ, ઝાવડા, ભેંસકાતરી, બરડીપાડા, કાલીબેલ, મહાલ, સિંગાણા, સુબિર, આહવા, બોરખલ, ચીંચલી, પીપલાઈદેવી, લવચાલી સહિતનાં પંથકોમાં રવિવારે મળસ્કે વાદળોનાં ઘેરાવાની વચ્ચે કમોસમી વરસાદનાં અમીછાટણા પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળ ોનાં ઘેરાવામાં માવઠું વર્તાતા ડાંગી ખેડૂતોનાં પાકોને જંગી નુકસાનની ભીતિ વર્તાઈ છે. સાથે જગતનો તાત ચિંતામાં મુકાઈ જવા પામ્યો છે.