Vishesh News »

પ્રજાહિતના કાર્યો માટે પત્રકારોની ભૂમિકા મહત્વની ઃ કનુભાઈ

વલસાડ, તા. ૦૩ ઃ સરકાર દ્વારા થતા પ્રજાહિતના કાર્યમાં પત્રકારોની અહમ ભૂમિકા રહેલી છે. સમાજ જીવનના પ્રશ્નોને ઉજાગર કરતા પત્રકારોના કારણે જ સરકારને તેની ક્ષતી સુધારવામાં મદદરૂપ બને છે. વલસાડના પત્રકારો આ અંગે ખૂબ સજાગ અને સક્રિય છે. ઍવું વલસાડ પત્રકાર વેલફેર ઍસોસિઍશન આયોજિત મિડિયા ઍવોર્ડ ૨૦૨૪માં ગુજરાત સરકારના નાણાં અને પેટ્રો કેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇઍ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતુ. આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ મિડિયાના દિગ્ગજ ગણાતા ઍબીપી અસ્મિતાના ચેનલ હેડ અને હું તો બોલીશ નામના કાર્યક્રમ થકી ભરપૂર નામના મેળવનાર રોનકભાઇ પટેલે જણાવ્યું કે, પત્રકાર કોઇનો હોતો નથી. પત્રકાર પત્રકાર જ હોય છે. જ્યારે પત્રકાર કોઇ સમાચાર લખે ત્યારે, તેની વ્યક્તિ કે સંગઠન પર નેગેટિવ ઇફેક્ટ આવે તો તેના માટે નેગેટિવ ન્યૂઝ હોઇ શકે અને પોઝિટીવ અસર થાય તો ઍ પોઝિટીવ ન્યૂઝ હોય શકે, પરંતુ પત્રકાર માટે ઍ માત્ર અને માત્ર ન્યૂઝ જ હોય છે. વલસાડના પત્રકારો અંગે રોનકભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, વલસાડ તેમની કર્મભૂમિ રહી છે. તેમણે પ્રિન્ટ મીડિયાના પત્રકારત્વ અંગે નિખાલસતાથી જણાવ્યું કે, તેઓ શોધી શોધીને ન્યુઝ લખે છે. જેમના ન્યૂઝ વાંચીને તેમણે અનેક સ્ટોરી કરી છે. ઇલેક્ટ્રોનિક્સ મિડિયાના આ મુકામ પર પહોંચવામાં પ્રિન્ટ મિડિયાના પત્રકારોનો પણ ઍટલો જ ફાળો છે. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મેમ્બર ગૌરવભાઇ પંડ્યાઍ વાંદરા અને સિંહના દ્રષ્ટાંત થકી પત્રકારની તાકાતની વાત કરી હતી. વાંદરો જ્યારે સિંહને તમાચો મારીને ભાગી જાય તેમાં સિંહને મોટી ઇજા નથી થતી, પરંતુ જ્યારે આ ખબર પ્રકાશિત થતા સિંહને ખબર પડે ત્યારે સિંહની પ્રતિષ્ઠાને જે નુકશાન થાય ઍ સિંહની શારીરિક ઇજા કરતા વધુ હોય છે. પત્રકારોની તાકાતની વાત કરતાં વધુમાં જણાવ્યું કે, તેઓ શબ્દો વડે ખામીને ખૂબીમાં અને ખૂબીને ખામીમાં પરિવર્તિત કરી શકે છે. તેમણે ઍવોર્ડ સમારંભમાં પોતે પત્રકાર માતા પિતાના સંતાન હોવાની વાત કહી પત્રકારોની કામગીરીને બિરદાવી હતી. વલસાડ ઍસપી ડો. કરનરાજ વાઘેલાઍ પણ વલસાડના પત્રકારોની કામગીરીને વખાણી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ફરજ બજાવી છે, પરંતુ આ પ્રકારનો પત્રકારોને બિરદાવતો ઍવોર્ડ સમારંભ વલસાડમાં પ્રથમ વખત જોયો છે. જે ખૂબ કાબિલેદાદ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વલસાડના પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ કે ડિજીટલ મિડિયાના પત્રકારો અનેક ન્યૂઝ દ્વારા પોલીસની કામગીરીને વખાણે છે અને જરૂર હોય ત્યાં ધ્યાન દોરે છે. જિલ્લાની અનેક ઘટનાઓમાં તેમણે મિડિયાના અહેવાલ બાદ પગલાં ભર્યા હતા. તેમજ તેમણે પોલીસની પણ કોઇ ભૂલ હોય તો ધ્યાન દોરવા પત્રકારોને અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ હેમંતભાઇ કંસારાઍ પણ મિડીયા ઍવોર્ડના (અનુ. પા.નં. ૭ પર) પા.નં. ૮ નું ચાલુ... પ્રજાહિતના કાર્યો માટે પત્રકારોની .... આ કાર્યક્રમને વધાવી લીધો હતો. સતત સક્રિય રહેતા પત્રકારોની કામગીરીને તેમણે બિરદાવી હતી. તેમજ કોઇ પણ વિકાસ કાર્યમાં પત્રકારોનો પણ ઍટલો જ ફાળો હોવાનું તેમણે જણાવ્યું હતુ. આ -સંગે વલસાડ નગરપાલિકાના માજી -મુખ સોનલબેન સોલંકીઍ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, પત્રકારે મર્યાદિત કોર્ષ વિના રોજ પરિક્ષા આપવાની હોય છે. જેમાં વલસાડના પત્રકારો ખરા ઉતર્યા છે. આજના ડિજીટલ યુગમાં પણ પેપર અને ચેનલનું ઍટલું જ મહત્વ હોય છે. આજે પણ લોકો પત્રકારોના લખાણ પર ઍટલો જ વિશ્વાસ કરી રહ્ના છે. આ કાર્યક્રમમાં આવા પત્રકારોને સન્માનિત કરવાની કામગીરીને પણ તેમણે બિરદાવી હતી. પત્રકાર વેલફેર ઍસોસિઍશન વલસાડના આ મિડિયા ઍવોર્ડ સમારંભમાં ઍસોસિઍશનના -મુખ હર્ષદ આહિરે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતુ. કાર્યક્રમની રૂપરેખા -ોજેક્ટ ચેરમેન અપૂર્વ પારેખે આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. બ્રિજેશ શાહે કર્યું હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં હસીન શેખ, નિમેષ પટેલ, નીરવ પિત્રોડા, મુકેશ દેસાઈ, અક્ષય કદમ, આઝાદ રાઠોડ, દિપક આહીર, વિજય યાદવ, ફિરોઝ સિંધી, માસૂમ કાઝી સહિતના ઍસોસિઍશનના તમામ સભ્યે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રીઓ કમલેશભાઇ પટેલ, શિલ્પેશ દેસાઇ અને મહેન્દ્ર ચૌધરી, ઉપ-મુખ જિતેષ પટેલ, ગુજરાત રાજ્ય ખેતી બેંકના વાઇસ ચેરમેન જીવાભાઇ આહિર, માહિતી ખાતાના અક્ષય દેસાઇ અને હિમેશ પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પત્રકારોના આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. બિલ્ડરો મિરાજભાઇ વશી, કાળુભાઇ આહિર, ભરતભાઇ મેર, ચંદ્રેશભાઇ ભાનુશાળી, પાલિકાના માજી સભ્ય ઝાકિર પઠાણ, યુવા ભાજપ ઉપ-મુખ ભાસિન દેસાઇ, ઍબીવીપીના કેવીન પટેલ સહિત અનેક વિવિધ ક્ષેત્રના ખાસ ઉપસ્થિત રહ્ના હતા.