Vishesh News »

વલસાડના મીડિયા ઍવોર્ડ સમારંભમાં ‘દમણગંગા ટાઈમ્સ’ના ફાળે ૪ ઍવોર્ડ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૩ ઃ આજે વલસાડમાં વલસાડ પત્રકાર વેલ્ફેર ઍસોસીઍશન દ્વારા ચોથો મીડિયા ઍવોર્ડ કાર્યક્રમ યોજાયો. જેમાં વિવિધ કેટેગરી મુજબ પત્રકારોને શ્રેષ્ઠ સ્ટોરી માટે સન્માનિત કરાયા. આ કાર્યક્રમમાં વલસાડ જીલ્લા માટે પ્રિન્ટ મીડિયા શ્રેણીમાં વાપીથી પ્રસિધ્ધ થતાં જીલ્લાના સૌપ્રથમ સ્થાનિક દૈનિક દમણગંગા ટાઈમ્સના ૪ પ્રતિનિધિઅોને અલગ અલગ કેટેગરીમાં ઍવોર્ડ પ્રા થયા હતાં. જેમાં ધરમપુરના પ્રતિનિધિ ભરતભાઈ પાટીલને ધરમપુર તાલુકાના ઢાકવડમાં રસ્તાના અભાવે પ્રસુતાને ૩ કીમી સુધી ઝોળીમાં નાંખીને લઈ જવી પડી ઍ સ્ટોરી માટે ‘બેસ્ટ હૃમન સ્ટોરી’ ઍવોર્ડ, વાપીના પ્રતિનિધિ વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ ભંડારીને વાપીના કૈલાશધામમાં ૬ વર્ષમાં ૪,૭૬૩ મૃતદેહોને ગેસથી અગિન્સંસ્કાર કરી ૯,૫૨,૬૦૦ કિલોગ્રામ લાકડાંની બચત થઈ હોવાની સ્ટોરીને ‘બેસ્ટ પોઝીટીવ સ્ટોરી’નો ઍવોર્ડ અપાયો હતો. જયારે વલસાડના વરિષ્ઠ પત્રકાર અને પ્રતિનિધિ કમલેશભાઈ હરિયાવાલાને ‘બેસ્ટ સોફટ સ્ટોરી’ હેઠળ બલુચીસ્તાનમાં હિંગળાજમાતા મંદિરને તોડી પડાયા બાદ હવે ઍની સમકક્ષ ભદેલીજગાલાલાનું હિંગળાજમાતાનું મંદિર જ શ્રદ્ધાનું કેન્દ્રના અહેવાલને ઍવોર્ડ પ્રા થયો હતો તો દમણગંગા ટાઈમ્સના નાનાપોîઢાના પ્રતિનિધિ અને સાહિત્યકાર બાબુભાઈ ચૌધરીના ‘દેવ ધનુષ્ય કે સીતામાતા ચુંદડી સુકવે છે’ તસવીરને ‘બેસ્ટ ફોટોસ્ટોરી’ ઍવોર્ડ પ્રા થયો હતો. દમણગંગા ટાઈમ્સના તમામ વિજેતા પત્રકારોને દમણગંગા ટાઈમ્સ પરિવારે અને તંત્રી શ્રીમતી મંજુલાબેન ઉકાણી તથા ઍમ.ડી. શ્રીમતી શીતલબેન ઉપાધ્યાયે અભિનંદન પાઠવ્યા હતાં.