Vishesh News »

વિશિષ્ટ નાગરિકોનું પણ સન્માન કરાયું

વલસાડ પત્રકાર વેલફેર ઍસોસિઍશન આયોજિત મિડિયા ઍવોર્ડ ૨૦૨૪ માં વલસાડ જિલ્લાના કેટલાક વિશિષ્ટ નાગરિકોનું પણ સન્માન કરાયું હતુ. જેમાં પત્રકારત્વ ક્ષેત્રના બે વરિષ્ઠ પત્રકાર, આરોગ્ય ક્ષેત્રમાં અમુલ્ય સેવા આપનાર, સાહિત્ય અને સેવાના ક્ષેત્રમાં વિષિષ્ટ સેવા આપનાર અને બાર કાઉન્સિલમાં નામના મેળવનાર સહિત તમામને જ્વેલ ઓફ વલસાડ તરીકે સન્માનવામાં આવ્યા હતા. - પદ્મશ્રી, ડો. યઝદી ઇટાલિયા, સિકલસેલ રોગ સહિત આરોગ્ય ક્ષેત્રની વિશિષ્ટ કામગીરી માટે, -ડો. આશાબેન ગોહિલ, સાહિત્યિક, સેવા અને ગૌદાનના વિશિષ્ટ કાર્ય માટે, -પી. ડી. પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહત્વનો હોદ્દો મેળવવા માટે, - હનિફ મેહરી, પત્રકારત્વના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી બદલ, - દેવાંશુ દેસાઇ, પત્રકારત્વના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા હતાં.