Vishesh News »

વલસાડમાં યુપીનો વોન્ટેડ ૭ વર્ષથી શિક્ષક બની રહેતો હતો ઃ હવે ઝડપાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૩ ઃ યુપીના કાનપુર નૌબસ્તા પોલીસ મથકનો છેલ્લા સાત વર્ષથી નાસ્તો વોન્ટેડ આરોપી વલસાડમાં શિક્ષક બની રહેતા આરોપીને વલસાડ સીટી પોલીસે ઝડપી પાડી યુપી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. વલસાડ ઍલસીબીની ટીમ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ટેકનીકલ સર્વેલન્સ અને હયુમન સર્વેલન્સના આધારે કાનપુર શહેર (યુ.પી) નૌબસ્તા પોલીસ મથકમાં ૯૩૭/૨૦૧૭ ત્ભ્ઘ્ કલમ ૪૯૮(ક), ૩૨૩,૩૦૭,૫૦૬ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી આયુષ અભય મીત્તલ ઉ.વ. ૩૫ ધંધો શિક્ષક રહે હાલ. વલસાડ ૧૦૪ પ્રેમક્રુપા ઍપાર્ટમેન્ટ બી વીંગ તા.જી વલસાડ મૂળ રહે. ઍ-૨૭૯ આશીયાના કોલોની કાર્થ રોડ મુરાદાબાદ યુ.પી. ને ઝડપી પાડ્યો હતો. શિક્ષક આરોપી કાનપુર શહેર (યુ.પી) નૌબસ્તા પોલીસ સ્ટેશનના ૩૦૭ ના ગુનાના છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા અને વલસાડ ખાતે શિક્ષક બની રેહતા આરોપીને ઝડપી પાડી યુપી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.