Vishesh News »

વઘઈમાં યુવતીને આપઘાતની દુષ્પ્રેરણા આપનાર પરણીત પ્રેમી સામે ફરિયાદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૩ ઃ ધરમપુરના નાગરિયામાં રહેતી બેન ના ઘરે લગ્ન પ્રસંગ પતાવી બાઈક પર ગઈકાલે રાત્રે પરત મહારાષ્ટ્ર જતી વખતે વલસાડના પાથરી ગામે રોડ પર અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજવાની ઘટના બનતા ગામમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી. મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા તલાસરી નજીકના વેવજી નાના પાડામાં રેહતા જીતુભાઇ પ્રવીણભાઈ ઘોડી ઉવ ૩૬ અને મનોજભાઈ ચંદુભાઈ ઘોડી ઉવ ૩૩ સાથે ગતરોજ વલસાડના ધરમપુરના નાગરિયામાં રહેતી તેમની બહેન ને ત્યાં લગ્ન પ્રસંગે આવ્યા હતા. લગ્ન પ્રસંગ પતાવી ગતરોજ મોડી રાત્રે ઍફ.ઝી બાઈક નંબર ઞ્થ્.૧૫. ઝ઼ખ્ .૩૭૬૩ પર ઘરે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન વલસાડના ધરમપુર રોડના પાથરી ગામ નજીક બરશા ભાવની મંદિર નજીક બસ સ્ટોપ પાસે બાઈકને અકસ્માત નડતા બંને મિત્રો રસ્તા પર પટકાયા હતા. જેમાં બંને યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ બંને યુવાનોના કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ઍમ્બ્યુલન્સ ચાલક સાગર પટેલ ચાલક નિમેષભાઈ આહીર, જીગ્નેશભાઈ નાયકાઍ તાત્કાલિક સ્થળ પર આવી બંને યુવાનોના મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ ગયા હતા. આ ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસ બથકે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.