Vishesh News »

રોજગાર મેળામાં ૮૫૩ને રોજગારી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૧ ઃ વાપીના વીઆઈઍ ખાતે શુક્રવારે જિલ્લા રોજગાર કચેરી, આઈટીઆઈ પારડી અને વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના સંયુક્ત ઉપક્રમે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત ઔદ્યોગિક ઍકમો દ્વારા ૮૫૩ લોકોને નોકરીના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા રોજગાર અધિકારી પારૂલ પટેલે જણાવ્યું હતું કે, વીઆઇઍમાં સંયુક્ત રીતે ઍપ્રેન્ટીસ અને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર કચેરીમાં નોંધાયેલા ત્રણ હજાર યુવાનોને ૪૭ ઉદ્યોગોમાં ૧૬૫૧ ખાલી જગ્યાઓ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં ૯૪૧ લોકો હાજર રહ્ના હતા. ઔદ્યોગિક ઍકમોઍ તેમની જરૂરિયાત મુજબ લાયક ઉમેદવારોની પસંદગી કરી અને તેમને રોજગારી પુરી પાડી. કાર્યક્રમમાં જિલ્લામાં મહત્તમ રોજગારી પૂરી પાડનાર દસ મોટા ઉદ્યોગોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વીઆઈઍના પ્રમુખ સતીષભાઈઍ તેમના સંબોધન દરમિયાન ઉપસ્થિત તમામને વીઆઈઍ તરફથી શ્રેષ્ઠ સહયોગ આપવાની ખાતરી આપી હતી.