Vishesh News »

નામધાના સરપંચ હોદ્દા પર પુનઃ સ્થાપિત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૧ ઃ નામધા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પસ્તાવો મંજૂર કરી સત્તા બહાર કરાયેલા મહિલા સરપંચને હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવતા આજે વાપી તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા ફરીથી સરપંચના હોદ્દા ઉપર પુનઃસ્થાપિત કરવાનો હુકમ કરાયો છે. પ્રા વિગત મુજબ વાપી તાલુકાના નામધા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વર્ષાબેન નિલેશભાઈ પટેલ વિરુદ્ધ પંચાયતના આઠ પૈકી છ સભ્યો દ્વારા ઉપસરપંચ અનિતાબેન પટેલના આગેવાની હેઠળ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરાઈ હતી. જે અંતર્ગત આ મહિલા સરપંચ વર્ષાબેન પટેલને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરાયો હતો અને ઉપસરપંચ અનિતાબેન પટેલને ચાર્જ સોપાયો હતો. જે પ્રકરણમાં આ મહિલા સરપંચ દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરી તેઓને સાંભળવા વગર જ કે તેમની ઘેરહાજરીમાં અવિશ્વાસ પસ્તાવ મંજૂર કરી લેવાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. જેમાં હાઇકોર્ટમાં ચાલેલા આ કેસમાં તલાટી ટીડીઓ અને ડીડીઓના જવાબો લઈ તા. ૨૯-૨- ૨૦૨૪ના રોજ તેઓને ફરીથી સરપંચ તરીકેના હોદ્દા ઉપર પુન સ્થાપિત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે વાપીના ટીડીઓ દ્વારા હુકમ કરી ફરીથી નામધા ગ્રામપંચાયતના સરપંચ તરીકે વર્ષાબેન નિલેશભાઈ પટેલને સોંપવાનો હુકમ કરાયો છે.