Vishesh News »

વાપી-બલીઠા માર્ગ પર પાઈપમાં ભંગાણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૧ ઃ વાપી નજીકના બલીઠાગામે આવેલ દાંડીવાડથી નહેર સુધીના માર્ગ ઉપરની પીવાના પાણીની પાઈપ તૂટી ગયેલ હોય જેને લઈ લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્ના છે. બલીઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે જે તે સમયે પાણીના પાઈપો નાખવામાં આવ્યા હતાં. આ પાણીનો બગાડ થતો અટકાવવા માટે ગ્રામપંચાયત અને પાણી પુરવઠા વિભાગની ટીમ દ્વારા યોગ્ય પગલા લે તે જરૂરી છે. પ્રા વિગત મુજબ વાપી નજીકના બલીઠા ગામના દાંડીવાડમાં પીવાના પાણીની પાઈપ લાઈન પાથરેલ છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી પાઈપો યેનકેન પ્રકારણે કયાંકને કયાંક તૂટી ગયેલા કે તૂટતા રહે છે દાંડીવાડથી નહેર સુધીના માર્ગ ઉપર હાલમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા લાખો લિટર પાણીનો વ્યય થઈ રહ્ના છે. સમગ્ર આ માર્ગ ઉપર ચોમાસા જેવો માહોલ લાગી રહ્ના છે. અહીંથી પસાર થનારા સૌ કોઈ પાણીનો વ્યય થતો જોઈ પાણી પુરવઠા વિભાગ અને ગામ પંચાયત ઉપર આક્રોશ ઠાલવી રહ્ના છે. સંબંધિત વિભાગ દ્વારા પાણીના પાઈપ લાઈનોનું સમારકામ કરાવે અને પાણીનો વેડફાટ અટકાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્ના છે. નોંધનીય છે કે, પાણીનો થઈ રહેલ વ્યયને લઈ માર્ગ પરથી પસાર થનારા વાહનચાલકો અને રાહદારીઓ પણ તોબા પોકારી રહ્ના છે અને ઘણી વખત નાના વાહનો સ્લીપ પણ મારી રહ્ના છે.