Vishesh News »

વાપીમાં અોવરબ્રીજની કામગીરીથી હાલાકી અંગે કોîગ્રેસની રાવ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૧ ઃ આજે વાપીમાં આવેલ પીડબલ્યુડી કચેરીઍ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વલસાડ ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટીના પ્રમુખ ફરહાન બોગા અને વાપી નગરપાલિકાના વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો, મહિલાઓ અને કાર્યકર્તાઓઍ સર્કિટ હાઉસ વાપી સ્થિત પીડબલ્યુડીની ઓફિસ નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગને ઉદ્દેશીને અપાયેલ આવેદનપત્રમાં વિવિધ રજૂઆતો કરી હતી. જેમાં વાપી નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા ખંડુંભાઈ પટેલ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ફરહાન બોગા દ્વારા જણાવ્યું હતું કે, વાપી માં ચાલતા ય્બ્ગ્ ના કામ માં કોન્ટ્રાકટર દ્વારા ખુબજ બેદરકારી અને ગેરરીતિ જોવા મળી રહી છે. જે અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેમજ વાપી પડ્ઢિમ માં આવેલ ઇટાલિયન બકેરી થી લઈ ઝંડા ચોક સુધી ના બધાજ દુકાનદારો, વેપારી અને રહીશોને આ પ્રોજેક્ટના કાર્યથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઈમરજન્સી વખતે આ વિસ્તારમાં ફાયર બ્રિગેડ, ઍમ્બ્યુલન્સ, કોઈ પણ સંજોગોમાં પહોંચી શકે તેમ નથી. ય્બ્ગ્ ના નિર્માણકાર્યને લઈ જ્યાં પતરા મારેલ છે. ત્યાં ખુબજ ગંદગી, માટી અને ધૂળના ઢગલા થઈ રહ્ના છે. ઝંડા ચોક થી લઇને ચલા રોડ જીઍસટી ભવન સુધી સર્વિસ રોડ ખુબજ ખસતા હાલતમાં છે, જેના કારણે દિવસ દરમિયાન ખુબજ ધૂળ અને માટી ઉડે છે, જે વાપીની જનતાના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. જેથી આ તમામ રજૂઆતો સંદર્ભે કાર્યવાહી કરવામાં આવે. અને વાપી ઝંડાચોક વિસ્તારના દુકાનદારો તેમજ સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.