Vishesh News »

જીલ્લામાં ૪૫ હજાર હેકટરમાં થતાં આંબા પાક સામે જાખમ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ જિલ્લામાં આજરોજ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદના કારણે ૪૫ હજાર હેકટરથી વધુમાં કેરીના પાકને નુકસાની થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. આવા સમયે પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાની વેઠવાની નોબત આવતી હોય છે. રાજ્ય હવામાન વિભાગ દ્રારા રાજ્યભરમાં બે દિવસ સુધી કમોસમી વરસાદ આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આજરોજ સવારે કમોસમી વરસાદના કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વલસાડ જિલ્લામાં ૪૫ હજાર હેકટર થી વધુમાં કેરીનો પાક લેવાય છે. વલસાડ જિલ્લામાં ઠંડી ઓછી પડવાના કારણે આંબાવાડીઓમાં ફલાવરીંગ ઓછું થયું હતું. વલસાડ જિલ્લામાં વરસાદ જો વધુ વરસે તો આંબા ઉપર લાગેલા ફલાવરિંગ ખરી પડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. આંબાઓ ઉપર ફલાવરિંગની જગ્યાઍ નવી પીલવણી આવના કારણે કેરીનો પાક વધુ થશે નહીં સાથે ખેડૂતોને બજારમાં યોગ્ય પ્રમાણમાં કેરીનો ભાવ મળશે નહીં. ખેતરમાં આંબા ઉપર દવા છંટકાવ, ખાતર અન્ય ખર્ચ મળી રૂ. ૩૦,૦૦૦ જેટલો ખર્ચ થતો હોય છે.અને આવા સમયે પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાની વેઠવાની નોબત આવતી હોય છે.