Vishesh News »

ટુકવાડામાં મહિલા મોપેડ ચાલકની સોનાની ચેઈન ખેîચાઈ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૧ ઃ પારડી તાલુકાના ટુકવાડાગામમાં કામ પર ગયેલા ઍક મહિલા ઉપર અચાનક દોડી આવી મોટરસાયકલ ચાલક સોનાની ચેન ખેંચી ફરાર થઈ ગયો હતો. સુનંદાબેન રામદાસ દેવગીરકર ઉ.વ. ૪૫ ટુકવાડ ગામમાં અવધ ઉટોપિયાની સામે થી જઈ રહ્ના હતાં. ત્યાં અચાનક અજાણ્યા બાઈક ચાલકે ઍક તોલા થી ઉપર સોનાની ચેઇન જેની કિંમત રૂ. ૪૫,૦૦૦ હતી. તેને ખેંચીને પલાયન થઈ ગયો હતો મોટર સાયકલ પર આવેલા આ ઈસમને અચાનક આ રીતે જોઈ તેવો ગભરાઈ ગયા હતા અને પારડી પોલીસ મથકમાં પહોંચી ગયા હતા અને આ બાબતની ફરિયાદ આપી હતી. વાપીમાં છીરી ગામમાં રહેતા હોય અને અવધ ઉટોપીયામાં કામ કરવા માટે આવ્યા હતા બીજી તરફ પારડીમાં રહેતા લક્ષ્મી ફર્નિચર દુકાનના માલિક કાંતિભાઈ ભંડારી ઍવો પણ પારડી પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા ઍમને પણ કોઈઍ છેતર્યા હોવાની જાણકારી તેઓઍ પારડી પોલીસને આપી હતી. પારડી પોલીસે આ બાબતની તપાસના ધરી છે.