Vishesh News »

આંતલીયા પાસે કેમીકલ ટ્રેડિંગ કંપનીમાં આગ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૦૧ ઃ બીલીમોરાનાં આંતલીયા જીઆઈડીસી નજીક મહાદેવ ટ્રેડિંગ કંપની માં શુક્રવારે બપોરે આગ ભભૂકી ઉઠી હતી. ગણદેવી, બીલીમોરા નાં ફાયર ફાયટરો ઍ બે કલાક ની જહેમત બાદ આગ કાબુ માં આવી હતી. બીલીમોરા જીઆઇડીસી નજીક અર્જુન સોહનલાલ વિરવાલઍ પ્રતાપ રામજી ભાનુશાલી પાસે ભાડા પટ્ટા ઉપર જગ્યા રાખી, મહાદેવ ટ્રેડિંગ નામની કંપની ચલાવે છે. જેમાં ટર્પેન્ટાઇલ નામના કેમિકલ નું રી-પેકિંગ કરે છે. દરમિયાન શુક્રવારે ત્રણેક કલાક નાં અરસામાં ૪૫૦ લીટર ટર્પેન્ટાઇલ લિકવિડ માં આગ ભભૂકી ઉઠી હતી. કેમિકલ ની જવલંનશીલતા ને કારણે આગ ઍ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે ચકચાર મચી હતી. દરમિયાન ગણદેવી, બીલીમોરા નાં ફાયર ફાયટરો ઍ બે કલાક ની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. તેમ છતાં રૂ.૩૦ હજાર જેટલા નું નુકસાન થયું હતું. બીલીમોરા પોલીસ નાં અશોકસિંહ વધુ તપાસ કરી રહ્નાં છે.