Vishesh News »

વલસાડમાં ઍટીઍમમાં કાર્ડ ફસાવી રૂપિયા કાઢી લેનાર ૩ ને કેદ અને દંડ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૧ ઃ ઍક વર્ષ અગાઉ અબ્રામામાં રહેતા અને પોલીસ કર્મચારીને પૈસાની જરૂર પડતા વલસાડ શહેરના બેચર રોડ પર આવેલા ઍચ.ડી.ઍફ.સી. બેંકના ઍટીઍમ મશીનમાં તેનો કાર્ડ ફસાવી રૂપિયા ઉપાડી લઈ ભાગી જનારા ૩ બિહારના ત્રણ આરોપીને વલસાડ ની કોર્ટે ત્રણ વર્ષની કેદ અને ૨૦,૦૦૦ રૂપિયા નો દંડ ફટકાર્યો છે દંડ નહીં ભય તો વધુ છ માસની કેદની સજા તેમજ ફરિયાદીને વળતર પેટે ૩૦ હજાર રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે. પ્રા વિગત મુજબ અબ્રામામા રહેતા અને જીલ્લા કંટ્રોલમાં ઍઍસઆઈ તરીકે કામ કરતાં દિલીપભાઈ અને તેમના પત્ની તા. ૨૮/૦૨/૨૦૨૩ ના રોજ બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. ઍ દરમિયાન પૈસાની જરૂર હોવાથી વલસાડ શહેરના બેચર રોડ કેરી માર્કેટ સામે આવેલા ઍચડીઍફસી બેન્કના ઍટીઍમ પર જઈ ઍટીઍમ માંથી ૫૦૦૦ રૂપિયા કરવા માટે ઍટીઍમ કાર્ડ નાખ્યો પરંતુ ઍટીઍમ મશીનમાં કાર્ડ ફસી ગયો હતો. તે દરમિયાન ઍક બાળક કે તેમના મળતીયાઓની સાથે વાત કરાવી પોલીસ કર્મચારી દિલીપભાઈને વિશ્વાસ પણ લઈ તેનો ગુ નંબર જાણી લીધો હતો. અને પાછળથી આરોપીઓઍ ઍચડીઍફસી બેન્કના ઍટીઍમ મશીન માંથી ફસાઈ ગયેલો કાર્ડ કાઢી લઈ યસ બેન્ક વલસાડના ઍટીઍમ માંથી પ્રથમ ૧૦,૦૦૦ ના બે ટ્રાન્ઝેક્શન ફરી પૈસા ઉપાડી લીધા તથા અન્ય ૬૯૦૦ રૂપિયા ના હેડફોન વલસાડની કોઈ દુકાનમાંથી ખરીદીકરી હતી. આમ પોલીસ કર્મચારી દિલીપભાઈ ના ખાતામાંથી ૨૬,૯૦૦ ઉપાડી નાસી છૂટ્યા હતા. જે બાદ આરોપીઓમાં શિવશંકર રામુપ્રસાદ પ્રસાદ અને સુભાષકુમાર સુદર્શનસિંહ ભૂમિહાર, ભરતકુમાર ઉમેશ પ્રસાદ ભૂમિહાર અરુણકુમાર સરમણકુમાર હાલ રહે. સુદર્શન સોસાયટી ઘર નં-૨૧૩, સાંકી ગામ, તા.પલસાણા, સુરત મૂળ રહે. બિહાર કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોરી સાથે મળી આ તમામ આરોપીઓઍ બાળકીને સાથે રાખી સિક્યુરિટી ગાર્ડ વગરના ઍટીઍમ મશીન ની બહાર કરતા હતા જેમાં વલસાડ શહેરના બેચાર રોડ પર આવેલ ત્ર્ફુશ્ણૂ ર્ણુઁત્ત્ ના ઍટીઍમ મશીન ની રેકી કરી મશીન ની અંદર -વેશ કરી ઍટીઍમ મશીનમાં ફેવી ક્વિક લગાવી ઍટીઍમ મશીન માં નાખતા કાર્ડ મશીનમાં ફસી જતો હોય છે. જે બાદ આ ઠગ ગેંગ ઍટીઍમ પાસવર્ડ જાણી પૈસા કાઢી લેતા હોય છે. આ તમામ આરોપી વલસાડ પોલીસે ઝડપી પાડ્યા હતા જે અંગેનો કેસ વલસાડની છઠ્ઠા ઍડી. સિવિલ કોર્ટમાં ચાલતાં બંન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ ઍ.પી.પી.શ્રી.-ીતિબેન વી. પટેલની દલીલો ગ્રાહ્ના રાખી જજ મિતેશકુમાર ગિરધરભાઈ વડી ઍ ત્રણ આરોપીઓ (૧) શિવશંકર રામુ-સાદ -સાદ (૨)સુભાષકુમાર સુંદર્શનસિંગ ભૂમીહાર, (૩) ભરતકુમાર ઉમેશ-સાદ ભૂમીહાર ને ત્રણ વર્ષની કેદ અને રૂ.૨૦ હજાર દંડ ભરવો અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા તેમજ ફરિયાદીને વળતર પેટે રૂપિયા ૩૦ હજાર ચૂકવવાનો હુકમ કર્યો છે.