Vishesh News »

કપરાડા, ધરમપુર, ડાંગ પટ્ટીમાં માવઠાંથી ચિંતા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) નાનાપોઢા,/સાપુતારા તા. ૨૯ ઃ દક્ષિણ ગુજરાતના કપરાડા-ધરમપુર તાલુકાથી લઈને ડાંગ સુધીની પૂર્વપટ્ટીમાં અચાનક સાંજના સમય બાદ વાદળો અચાનક ચઢી આવતાની સાથે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને તેની સાથે જ કપરાડા તાલુકાના સુથારપાડા તેમજ અન્ય આજુબાજુના ગામોની અંદર વાવાઝોડા તેમજ કરાની સાથે વરસાદ પડી જતા ખેડૂતો ભારતીય ચિંતામાં મૂકાયા હતા. પ્રા વિગતો બપોર બાદ ગરમી અને બફારો થયો હતો અને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે કેટલાક ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. ખેડૂત મિત્રો જણાવે છે કે આમ કમોસમી વરસાદની આગાહી ત્રણ થી ચાર માર્ચની અંદર થવાની હોય તેમ છતાં પણ આજરોજ ગુરૂવારના રોજ અચાનક વરસાદ થવાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ બન્યો છે. તેઓ જણાવે છે કે ચોમાસા દરમિયાન આ વરસાદ પડ્યો હોત તો વધુ આવકારદાયક પરંતુ શિયાળાના તેમજ ઉનાળાના દિવસો દરમિયાન વચ્ચે થવાના કારણે હાલે કેરી પાક ખૂબ જ સારી રીતે મોર ફૂટ્યો હોવા છતાં વરસાદ થવાથી કેરી પાકને ભારે નુકસાન થવા જવા પામ્યો છે. તેમજ શિયાળો પાક જેવા કે તુવેર, વટાણા,શાકભાજી તેમજ અન્ય કઠોળ પાક ને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. સાથે હાલે કેટલાક ખેડૂત મિત્રોઍ ડાંગર પાક હમણાં જ લણણી કરેલ હોવાથી તેઓઍ તેઓ પૂળી સંતાડવા માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવેલ નથી તેમ છતાં પણ આજે વરસાદ અચાનક થવાના કારણે કેટલીક ડાંગર પાકની પૂળીઓ ભાતની પૂળીઓ ભીંજાઈ જવાના ભીતિ સાથે તેઓ ચિંતા વ્યક્ત કરી રહ્ના છે. જેથી તેઓને જે મળવાપાત્ર કિંમત ઍક પુળીની કિંમત ત્રણ થી સાડા ત્રણ રૂપિયા મળવા પાત્ર થાય છે પરંતુ ભીંજાઈ જવાને કારણે જે નકામી થવા જઈ પામી છે. જેથી ખેડૂત મિત્રોને ભારે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્નાં છે. આવનારા દિવસોમાં પણ આ કેવા પ્રકારની સ્થિતી રહેશે જે અંગે તેઓ ચિંતા સેવી રહ્ના છે. જયારે ડાંગથી પ્રા અહેવાલ મુજબગિરિમથક સાપુતારા, આહવા, સુબિર, વઘઇ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ગુરૂવારે દિવસ દરમ્યાન વાદળોઍ ઘેરાવો ભરતા વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. અને ગાજવીજ સાથે અમુક ગામડાઓમાં કમોસમી વરસાદનાં છાટણા પડતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.