Vishesh News »

વલસાડ જી.પં.નું વાર્ષિક અંદાજપત્ર સર્વનુંમતે મંજૂર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ જિલ્લા પંચાયતનું સને ૨૦૨૩-૨૪ નું સુધારેલ અને ૨૦૨૪-૨૫ નું વાર્ષિક અંદાજપત્ર આજરોજ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ હોલમાં જિલ્લા પંચાયત પ્રમુખે બજેટ રજૂ કરતા તમામ સભ્યોઍ સર્વનું મતે મંજૂર કર્યો હતો. વલસાડ જિલ્લા પંચાયત અને ૨૦૨૩ -૨૦૨૪ નું સુધારેલ અને ૨૦૨૪ - ૨૫ નું વાર્ષિક અંદાજપત્ર આજરોજ વલસાડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ હોલમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલે બજેટ રજૂ કરતા તમામ સભ્યોઍ સર્વાનું મતે મંજૂર કર્યું હતું.આ અંદાજપત્રમાં સ્વભંડોળની યોજનાઓ, સરકારી યોજનાઓ તથા વિભાગની વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે. જે પૈકી સ્વભંડોળની પ્રવૃત્તિની કુલ સિલક રૂ. ૨૦૭૦.૮૮ લાખ, તથા ખર્ચ રૂ.૧૭૭૩.૭૬ લાખ સરકારી પ્રવૃત્તિની કુલ સિલક રૂ.૧૦,૩૧૭૯.૭૯ લાખ, અને ખર્ચ રૂ. ૮૨૬૩૮.૭૦ લાખ, તેમજ દેવા વિભાગની કુલ સિલક રૂ.૭૪૬૦.૦૦ લાખ અને ખર્ચ રૂ. ૨૨૫૫. ૨૦ લાખ અંદાજવામાં આવેલ છે. આમ, કુલ સિલક રૂ.૧૧૨૭૧૦.૬૮ ,અને ખર્ચ રૂ.૮૬૬૬૭.૬૬ લાખ બાદ કરતાં રૂ.૨૬૦૪૩.૦૨ લાખ ની પૂરાંત રહેશે. જિલ્લા પંચાયતના સ્વભંડોળની આવક રૂ.૯૬૮.૪૨ લાખમાંથી લોક ઉપયોગી અને જન હિતના કામો માટે કરવામાં આવેલ વિવિધ જોગવાઈઓમાં વિકાસના કામો માટે આશરે રૂ.૪૫૦,૦૦ લાખ (દુર્ગમ વિસ્તારના રસ્તાઓ મુખ્ય રસ્તા સાથે જોડવા, પીવાના પાણીની સમસ્યાઓ નિવારવા), તાકીદના પ્રસંગોમાં પહોંચી વળવા માટે ૨૦.૦૦ લાખ, શિક્ષણ ક્ષેત્રે આદિવાસી બી.પી.ઍલ. બાળકોને નોટબુક સહાય, અંધ અપંગ તથા નિરાધાર માતાના બાળકોને શૈક્ષણિક પ્રોત્સાહન વિગેરે માટે રૂ.૧૪.૬૮ લાખ, તેમજ શિક્ષણ ઉપકર હેઠળ નગરપાલિકા હસ્તકના ફાળામાંથી માળખાગત શાળા વિકાસના કામો માટે રૂ.૬૦.૦૦ લાખ,આરોગ્ય ક્ષેત્રે રૂ.૧૫.૪૦ લાખ (ગંભીર અને ચેપી રોગોની અટકાયત અને સારવાર જેમાં સર્પદંશ, કેન્સર, કીડની, હૃદયરોગ, સિકલસેલ ઍનીમિયા, ડેન્ગયુના બી.પી.ઍલ. દર્દીઓને સારવાર સહાય, સર્ગભા માતા સારવાર, શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ ગંભીર રોગના બાળકોને સહાય સહિતની સહાય),સમાજ કલ્યાણ ક્ષેત્રે ૧૯.૨૬ લાખ (ગરીબ અને નિઃસહાય બાળકોને આશ્રમશાળા ખાતે માળખાગત સુવિધા વિકસાવવા માટે),ખેતીવાડી ક્ષેત્રે રૂ.૧૯.૩૦ લાખ (ખેડૂતોને સહાય તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રસાર-પ્રચાર તેમજ સ્ટોર અંગેની આનુષંગીક વ્યવસ્થા),પશુપાલન ક્ષેત્રે રૂ.૨૨.૦૦ લાખ (બાવીસ લાખ) (આકસ્મિક રોગચાળા નિયત્રંણ અને મૃત્યુ, પશુ તંદુરસ્તી, વિગેરે), સિંચાઈ ક્ષેત્રે રૂ.૧૧.૨૦ લાખ (અગીયાર પોઈન્ટ વીસ લાખ) (ચેકડેમ મરામત તથા પુર સંરક્ષણની કામગીરી,મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ.૧૪.૫૦ લાખ, (બાળકોમાં કુપોષણ નિવારણ માટેની યોજનાઓ),આયુર્વેદ ક્ષેત્રે રૂ.૫.૪૫ લાખ (ગંભીર અને ચેપી રોગોની અટકાયત અને સારવાર તથા બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાની યોજના તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન કેમ્પ), બાંધકામ ક્ષેત્રે રૂ.૪૮.૬૫ લાખની (અડતાલીસ પોઈન્ટ પાસઠ લાખ) અને આંકડા અને સહકાર ક્ષેત્રે ૧.૩૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.આમ વિવિધ ક્ષેત્રોની વિવિધ યોજનાઓનો લાભ મળે અને વિકાસ થાય તે મુજબ નું આયોજન અંદાજપત્રમાં કરવામાં આવેલ છે.સને ૨૦૨૩-૨૪ નું સુધારેલ અને સને ૨૦૨૪-૨૫ ના વર્ષનું વાર્ષિક અંદાજપત્ર ઉપર ચર્ચા વિચારણા કરી સર્વાનું મતે મંજૂર કરવામાં આવ્યું હતું.