Vishesh News »

મોગરાવાડીમાંથી પોલીસે મા-દીકરાની ધરપકડ કરતા ૧૮ ગુના ઉકેલાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ સીટી પોલીસને મળેલી બાતમી આધારે મોગરાવાડી હનુમાન ફળિયામાં રહેતા યુવકની ધરપકડ કરતા અલગ અલગ ૧૮ ગુનાઓમાં તેની માતા સાથે ચોરીઓ કરી હોવાની કબુલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. વલસાડ સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી. કે દરમિયાન બાતમી મળી કે મોગરાવાડીના હનુમાન ફળિયામાં આવેલી પેટ ઍપાર્ટમેન્ટમાં રહેતો યુવક પારડીના ઉદવાડા તેમજ મહારાષ્ટ્ર વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરી હોવાનું અને વોન્ટેડ હોવાનું જણાવતા વલસાડ સીટી પોલીસની ટીમે શંકાસ્પદ દેખાતા ઈસમ વિશાલ રમેશ રાજભર ઉંમર વર્ષ ૨૨ અને તેની માતા સુનિતાબેન રમેશભાઈ રાજભર ઉંમર વર્ષ ૪૦ ની કડક પૂછપરછ કરતા મા-દીકરા ભાંગી પડ્યા હતા. વિશાલ રાજભર પારડીના ઉદવાડા અને મહારાષ્ટ્રના મલાડ, બોરીવલી, કાશ્મીરા સહિત વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ઘરફોડ ચોરી કરી મળેલા ઘરેણા વેચી દીકરાને રોકડા આપતી હોવાની કબુલાત કરી હતી. વલસાડ સીટી પોલીસે મા- દીકરાની ધરપકડ કરી પારડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.