Vishesh News »

રોણવેલની સાર્વજનિક વિદ્યાલયમાં પ્રાર્થના હોલનું લોકાર્પણ કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ તાલુકાના રોણવેલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર.કે પટેલ સાર્વજનિક વિદ્યાલય રોણવેલ પટાંગણમાં રુક્ષ્મણીબા પ્રાર્થના હોલનું રૂપિયા ૮૧ લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.. જેમાં મુખ્ય દાતા જયેશભાઈ આર.પટેલ બોદલાઈ યુ.ઍસ.ઍ અને ટી.ઍસ.ઍફ ગ્રુપ બારડોલીના અરૂણભાઇ અને ઍમની ટીમના સહયોગથી સંસ્થામાં આજ નવનિર્મિત રુક્ષ્મણીબા પ્રાર્થના હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સંભારણા અધ્યક્ષ અને રોણવેલ વિભાગ કેળવણી મંડળના પ્રમુખ જયેશભાઈ યુ પટેલ તેમજ આર.કે પટેલ સાર્વજનિક વિદ્યાલયના આચાર્ય ડો. ધનસુખભાઈ જે આહીરના માર્ગદર્શન હેઠળ સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા તથા વલસાડના ઓનર પંકજભાઈ પટેલ,વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ,ધરમપુર મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. શાળાના બાળકોઍ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને ચાર ચાદ લગાવી દીધા હતા. તેમજ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ પણ કરી હતી. આમંત્રિત મહેમાનોઍ તમેજ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની મજા માણી આનંદ વ્યક્ત કર્યો હતો. આમંત્રિત તરીકે મહેમાન મનહરભાઈ પટેલે પૂર્વ પ્રમુખ રોનવેલ રમેશભાઈ પટેલ યુઍસઍ રોટરીક ક્લબ ચીખલીના પ્રમુખ મેહુલભાઈ, સ્નેહલભાઈ જેમના નામે હોલનું નામકરણ થયું ઍ રુક્ષ્મણીબા જિલ્લા પંચાયતના સભ્ય તેજલબેન, તાલુકા પંચાયત સભ્યો હંસાબેન, ગ્રામ પંચાયતના સરપંચ હેનલબેન કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ મંત્રી રમેશભાઈ પટેલ તથા સ્કૂલના સભ્યો વાલીગણો શિક્ષણ ગુણો અને ઉપસ્થિત રહીને કાર્યક્રમો સ્વભાવ વધારી હતી. રોણવેલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર. કે. પટેલ સાર્વજનિક વિદ્યાલય રોણવેલ પટાંગણમાં રુક્ષ્મણીબા પ્રાર્થના હોલનું દાતા જયેશભાઈ આર.પટેલના દ્વારા રૂપિયા ૮૧ લાખના ખર્ચે લોકાર્પણ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.