Vishesh News »

વાપીમાં મળસ્કે દૂધની પણ ચોરી !

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૯ ઃ વાપી પંથકમાં છેલ્લા કેટલાક દિવસો થી ઘરફોડ ચોરી અને દુકાનોની બહાર રાખવામાં આવેલ દૂધના કેનની ચોરી થવાની બુમરાણ થઈ રહી છે. ત્યારે આજે વાપીના નેહરુ સ્ટ્રીટ ખાતે આવેલ જૈન દેરાસરની સામેના માર્ગ પરની ઍક દૂધનું વેચાણ કરતી દુકાન બંધ હતી તે દરમિયાન વહેલી સવારમાં દૂધની ડીલેવરી આપવા આવનાર વાહનમાંથી કેટલાક દૂધ ની થેલી ભરેલ કેન ઉતારી ને વાહન આગળ નીકળ્યું હતું તે દરમિયાન ઍક મોપેડ ઉપર આવેલ બે ચોર ઈસમોઍ આ દૂધના જથ્થા ભરેલ બે કેન ચોરી કરી ગયા હતાં. જે અંગેની તમામ ગતિવિધિઓ બંને ચોરોની દુકાનમાં તથા તેની આજુબાજુના વિસ્તારમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કેદ થઈ જતા પોલીસે આ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી દૂધની ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.