Vishesh News »

માલખેતમાં ખાણખનીજ વિભાગનો સપાટો ઃ ડમ્પર-જેસીબી સાથે ૨૫ લાખનો મુદ્દામાલ જ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ જિલ્લા ખાણ ખનીજ ની ટીમે બાતમી આધારે ઉમરગામ તાલુકાના માલખેતગામે છાપો મારતા મોહરમ ભરેલ ડમ્પર અને જેસીબી મળી કુલ ૨૫ લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડતા માટી ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વલસાડ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી હોવાની ફરિયાદ ઉઠી છે. જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા માટી ખનનને રોકવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમને સૂચના આપતા જિલ્લામાં સઘન ચેકિંગ દરમિયાન બાતમી મળતા ઉમરગામ તાલુકાના માલખેત ગામે મોહરમ કાઢી લઈ જતા હોવાની ફરિયાદ આધારે છાપો મારતા મોહરમ ભરેલ ઍક ટ્રક નંબર ઞ્થ્-૧૫-હ્હ્-૩૧૯૦ જે. સી.બી.નંબર -ઞ્થ્-૧૫-લ્સ્-૦૮૦૫ મળી કુલ આશરે ૨૫ લાખ નો મુદ્દા માલ જ કરતા માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.