Vishesh News »

ચલામાં નિર્માણાધીન ઈમારતના પાંચમા માળેથી પટકાયેલા મિસ્ત્રીનું ઘટનાસ્થળે મોત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૯ ઃ વાપીના ચલામા નિર્માણ પામી રહેલ ઍક હાયરાઇઝ બિલ્ડીંગના પાંચમા માળેથી કામ કરતા મિસ્ત્રી ફટકાતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ઘટનાને પગલે સમગ્ર બાંધકામની સાઈટ ઉપરના કામદારોમાં ભરે અફડા તપડીનો માહોલ મચી ગયો જવા પામ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે વાપીના ચલા મુક્તાનંદ માર્ગ ઉપર આવેલ પ્રમુખ વિવાન હાઈટસ નામની હાઇરાઇઝ બિલ્ડીંગ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન મિસ્ત્રી કામ કરતા કપરાડા તાલુકાના હડકવાલગામના સુંદર ફળિયામાં રહેતા મગનભાઈ આવજીભાઈ આડમ પાંચમા માળેથી જમીન પર પટકાતા તેને માથામાં તથા શરીરે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત થઈ જવા પામ્યું હતુ. ઘટનાને લઇ આ બિલ્ડીંગ નિર્માણના કામ કરતા કામદારો તેમજ સુપરવાઇઝર અને અન્ય લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આ અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં મરનારના પુત્ર દ્વારા ફરિયાદ કરતા પોલીસે હાલમાં અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે મરનારની લાશનું ચલા સરકારી હોસ્પિટલમાં પીઍમ કરી તેની લાશ તેમના વતન લઈ જવા અંગેની વ્યવસ્થા તેમના પરિવારજનો તેમજ ગામના લોકો દ્વારા તજવીજ કરાઈ હતી.