Vishesh News »

વાપીમાં અોવરટેક બાબતે સ્કુલવાન ચાલકને પીછો કરી માર્યો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૯ ઃવાપીના હાઇવે સર્વિસ રોડ ઉપરથી પસાર થતી સ્કૂલવાનના ચાલક સાથે ઓવરટેકના મુદ્દે વાહન ચાલક હેમલ શાહ અને નીરવ શાસ્ત્રી દ્વારા બોલા ચાલી કરી સ્કૂલ વાનનો પીછો કરી ચાલકને માર મારતા ઉદ્યોગ નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના નેશનલ હાઇવે નંબર ૪૮ ના સર્વિસ રોડ ઉપર આવેલ જીવનદીપ હોસ્પિટલ સામે ગત તા. ૨૮-૨-૨૦૨૪ને બુધવારના રોજ બપોરે સ્કૂલ વાનમાં બાળકો લઈને જઈ રહેલા અવધેશ પાઠકનીવેનને પાછળ આવતા હેમલ શાહ અને નીરવ શાસ્ત્રીની કારે ઓવરટેકના મુદ્દે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આ મારુતિવાન સ્કૂલ ના બાળકો ભરેલ વાનનો પીછો કરી વાપી જીઆઇડીસી ના સુર્યા ગલીમાં વેન ઍક વિદ્યાર્થીને ઉતારવા માટે ઉભા રહ્ના હતાં. તે દરમિયાન અવધેશ પાઠકને હેમલ શાહ અને નીરવ શાસ્ત્રી તથા તેના અન્ય સાગરીતો દ્વારા માર મારી લોહી લુહાણ કરી નાખતા તેને ૧૦૮ દ્વારા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. જે અંગે વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકમાં ચિન્ટુ અવધેશ પાઠક દ્વારા ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.