Vishesh News »

ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૨૯ ઃ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર, સંસ્કૃતિ મંત્રાલય,ભારત સરકાર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૪ વિકસિત ભારત કે લિયે સ્વદેશી તકનીક થીમ પર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનું કરવામાં આવી હતી. દર વર્ષે ભારતમાં ૨૮ ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસે ૨૮ ફેબ્રુઆરી૧૯૨૮ માં જાણીતા ભારતીય વૈજ્ઞાનિક સર સીવી રમને પોતાની શોધ રમને ઈફેક્ટની જાહેર કરી હતી ત્યારબાદ તેમણે ૧૯૩૦માં નોબલ પુરસ્કાર મળ્યો હતો. ભારત સરકારે ૧૯૮૬માં નક્કી કર્યુ કે દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીનો દિવસ સીવી રમન દ્વારા રમન ઈફેક્ટની શોધ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રૂપમાં ઉજવાશે. પહેલો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૮ ફેબ્રુઆરી ૧૯૮૭ના રોજ ઉજવવામાં આવ્યો હતો. તારીખ ૨૮ ફેબ્રુઆરીઍના રોજ જેમાં વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી સ્પર્ધા, લિક્વિડ નાઇટ્રોજન શો, હેંડ્સ ઓન ઍક્ટિવિટી ઓન સાઇન્સ તથા ડો. ભદ્રેશ સુદાણી ગવર્મેન્ટ ઍન્જિનિયરિંગ કોલેજ વલસાડનું વિકસિત ભારત કે લિયે સ્વદેશી તકનીક અને ડો. રાજેશ માલનનું લાઈફ ઍન્ડ વર્ક ઓફ સર સી વી રામન, વિષય પર લોકપ્રિય વ્યાખ્યાન યોજાયું હતું. વિદ્યાર્થી ઓ માટે પ્રશ્નોતરી સ્પર્ધા, વોટર રોકેટ નિદર્શન તથા વિજ્ઞાનની વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૪ જેટલા વિજ્ઞાન નિદર્શન વ્યાખ્યાન યોજાયા હતા. જેમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઍ ભાગ લીધો હતો. જેમાં કુલ મળીને લગભગ ૩૯૧ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા અન્ય મુલાકાતીઓઍ ભાગ લીધો હતો. અન્ય કાર્યક્રમમાં ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે ૨૫.૦૨.૨૦૨૮ના રોજ હેન્ડ્સોન ઍક્ટિવિટીમાં ૧૦ જેટલા વિજ્ઞાનના પ્રયોગી રમકડાઓ બનાવવામાં આવ્યા હતા. જેમાં ૭૫ જેટલા બાળકોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે સાથે લિક્વિડ નાઇટ્રોજન શો ફન ઍટ લો ટેમ્પરેચર- લિક્વિડ નાઇટ્રોજન શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જિલ્લા શિક્ષણ અધિકારી મણિલાલભાઈ ભૂસારા દ્વારા ભારત કા વિજ્ઞાન વિશ્વ હેતુ વરદાન પોસ્ટર ઍક્ઝિબિશનનું ઉદઘાટન કર્યું હતું. જેમાં ડોક્ટર ઇન્દ્રા વત્સ ક્યૂરેટર ધી લેડી વિસન મ્યુઝિયમ અને પ્રજ્ઞેશ રાઠોડ ઍજ્યુકેશન ઓફિસર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર અને અન્ય વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા. પ્રજ્ઞેશ રાઠોડ ઍ પ્રદર્શનની ગાઇડેડ ટુર કરાવી હતી રાત્રે દરમિયાન ટેલિસ્કોપ થી આકાશ કાર્યક્રમમાં ગુરુ ગ્રહ અને અન્ય અવકાશી પદાર્થો નિહારિકા કૃતિકા નક્ષત્રને પણ ટેલિસ્કોપ વડે નિહાળવામાં આવ્યા હતા.