Vishesh News »

સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન ઉપર ગંભીર આક્ષેપો ?

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૯ : સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશનની ૭ માર્ચે યોજનારી ચૂંટણી માટે શનિવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખે ૧૧ ઉમેદવારોઍ પોતાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચીલેતા ૧૨ કમિટી મેમ્બર બિન હરીફ જાહેર થયા. ત્યારે ઍક ઉદ્યોગપતિ રુઆબ અલી ખાન ઍ ચોંકાવનારી વાત મીડિયા સમક્ષ કરી હતી. જીઆઈડીસી દ્વારા પ્લોટ નંબર. ૧૨૪૧ તથા કેન્ટીંગ પ્લોટ ૨ ઍસઆઈઍને જાહેર હેતુ માટે ૨૫ વર્ષ અગાઉ અપાયેલ છે ? પરંતુ અસોશિઍશનનું ફંડ આ પ્લોટનું વિકાસ કરવાનું છોડી ડોનેશન પેટે અપાય છે. તેવા આક્ષેપો રુઆબઅલી ખાન દ્વારા કરવામાં આવ્યા છે? અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ અસોશિઍશનના સભ્ય પણ રુઆબઅલી ખાન છે ને ખબર પડતા ત્યો ચેરિટી કમિશનર વલસાડ અને ચેરિટી કમિશનર અહમદાવાદ ખાતે ફરિયાદ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનિય ઍ છે કે સોસાયટી રજીસ્ટર થયેલ ૧૯૮૯ માં ત્યારે સોસાયટી ઍક્ટ ૧૮૬૦ મુજબ થયું જયારે ૭ મેમ્બરો હતા. ઍ મેમ્બેરો આજ દિન સુધી યાથાવત છે. તો આ બધી ચૂંટણી શા માટે આજ દિન સુધી જેટલાં પણ પ્રમુખો ઓફિસ બેરરો બન્યા તેમનો ઍક નો પણ ફેરફાર રિપોર્ટ ચેરિટી કમિશન માં નથી, જયારે નોંધાયેલ મંડળીઓની મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ હેઠળ ટ્રસ્ટ તરીકે નોંધણી કરાવવા ચેરિટી કમિશનર ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા જારી કરેલા પરિપત્ર ક્રમાંક ૭/૨૦૦૪ અને પરિપત્ર ક્રમાંક ૧૩/૨૦૧૭નું સોસાયટી રજીસ્ટર ઍક્ટ મુજબ નોંધાયેલ સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશને કરેલું ઉલ્લંઘન સમજવું કે પછી મનમાની ? ૨૦૦૪ થી ૨૦૨૪ સુધીના જેટલાં પણ પ્રમુખ બન્યા છે. તેઓ શુ કાયદેસર હતા ? ઍપણ ઍક સવાલ ઉભો થાય છે કારણ કે નોંધણી કચેરી વલસાડ ના ચોપડે ૭ નામ ૧૯૮૯ના ઉલ્લખ છે.શુ ઍસોસિયેશ ઍક રિમોટ કંટ્રોલ છે જે કોઈ ઍક વ્યક્તિ ચલાવે છે ? પબ્લિક ટ્રસ્ટ નોંધણી કરવા મા આવે તો કાયદાનું પાલન ચુસ્તપણે થાય રુઆબઅલી ખાન ઍ જણાયું હતું હવે જોવું ઍ રહ્નાં. શુ ઍસોસિયેશન પબ્લિક ટ્રસ્ટ નોંધણી કરાવશે કે નહિ.,