Vishesh News »

તિથલ મા. આશ્રમશાળાના બાળકોને પતંગ- લાડુ અપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) તિથલમાં આવેલી માધ્યમિક આશ્રમ શાળાના બાળકો સાથે ગુંદલાવ ગામના સરપંચ ભાજપ પૂર્વક યુવા મોરચા પ્રમુખ મકરસંક્રાંતિ નિમિતે વલસાડ તાલુકાના તિથલ ગામે આવેલી માધ્યમિક આશ્રમ શાળામાં અભ્યાસ કરતા અંતરીયાળ વિસ્તારના બાળકો સાથે ગુંદલાવ ગ્રામ પંચાયત સરપંચ અને ભાજપના પૂર્વ યુવા મોરચા પ્રમુખ દ્વારા બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત સભ્ય ધવલ પટેલ, પૂર્વ યુવા મોરચા પ્રમુખ કેયુરભાઈ પટેલ સાથે આશિષ દેસાઈ, આદિવાસી મોરચા પ્રમુખ નિલેશ પટેલ, ઉપસ્થિત રહ્ના હતા. છેલ્લા ૧૨ વર્ષ થી યુવા મોરચા દ્વારા ગુંદલાવ ગ્રામપંચાયતના સરપંચ નીતિન પટેલ સાથે તિથલ ગામે આવેલ માધ્યમિક આશ્રમ શાળાના બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં તમામ બાળકોને પતંગ-ચકરી, દોરી- તલના લાડુ વાજિંત્રો આપી સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે.