Vishesh News »

ઉમરગામ તાલુકામાં ટુરીઝમ ડેવલોપમેન્ટ માટે રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ

૨૭ કિલોમીટર લાંબા દરિયા કિનારે ટુરિઝમ ડેવલોપમેન્ટ માટેની ઉજ્જવળ તકો ઉમરગામનો પત્ર, ઉદય રાવલ, ઉમરગામ ઉમરગામ, તા. ૨૯ : ઉમરગામ તાલુકામાં ટુરીઝમ ડેવલોપમેન્ટ માટે ૨૭ કિલોમીટર લાંબો દરિયા કિનારો તેમજ પહાડ કુદરતી વહેણ મુખ્યત્વે ટીવી સિરિયલો અને ફિલ્મના શૂટિંગ માટે અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ કહી શકાય સાથે જ દમણ સરહદ નજીક આવેલ તળાવનું ડેવલપમેન્ટ ઉમરગામ તાલુકામાં આવતા સહેલાઈનીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે અગાઉ જે તે સમયે કલેક્ટર દ્વારા તળાવના ડેવલોપમેન્ટ માટે ચોક્કસ રકમની જાહેરાત પણ કરી હતી સાથે જ નારગોલ દરિયા કિનારે પણ જે તે સમયના પર્યટન મંત્રી દ્વારા જાહેરાત કરાઈ હતી પરંતુ તે દિશામાં નક્કર કાર્યવાહી ન થતાં ઉમરગામ તાલુકાનો પર્યટન સ્થળ તરીકે ન વિકાસ થઈ શક્યો નથી. દરિયા કિનારા સહિતના કેટલાક સ્થળો જે પર્યટન સ્થળ તરીકે વિકાસ ઝંખી રહ્ના છે પરંતુ રાજકીય ઈચ્છાશક્તિના અભાવે વિકાસ થઈ શક્યો નથી. ઉમરગામ થી દોઢસો કિલોમીટરના અંતરે મુંબઈમાં ફિલ્મ અને ટીવી સિરિયલોના સેટિંગ માટે મર્યાદિત છોડ્યો ફિલ્મ અને ટીવી સિરિયલોના સેટિંગ માટે મર્યાદિત વિકલ્પો છે. પ્રોડક્શન હાઉસ ઉમરગામ તરફ મીટ માંડી બેઠા છે. હાલમાં ઍક સ્ટુડિયો કાર્યરત છે. જેમાં સ્થાનિક વિસ્તારના લોકો રોજગારનો લાભ લઈ રહ્ના છે. જો પર્યટન સ્થળ તરીકે દરિયા કિનારાનો વિકાસ થાય અને ફિલ્મ અને ટીવી સિરિયલો ન શૂટિંગ માટે આધુનિક સુવિધા ધરાવતા સ્ટુડિયોનું નિર્માણ કરવામાં આવે તો ઉમરગામ તાલુકાના સેકડો લોકોને રોજગારની તક પ્રા થઈ શકે સાથે જ બહારથી આવતા મુલાકાતિઓ માટે રહેવા તેમજ ખાવાની સગવડ ઉપલબ્ધ કરાવાય તો સ્થાનિકોને ઘર આંગણે આર્થિક લાભ થઈ શકે. ૨૭ કિલોમીટર લાંબા દરિયા કિનારે નારગોલ ઉમરગામ દહેરી વગેરે વિસ્તારમાં વેકેશન ગાળા દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા જોવા મળે છે. મૂળભૂત સુવિધા ના અભાવે લોકોઍ મુશ્કેલી વેચવી પડતી હોય છે. તાલુકાના દરિયાકિનારે બાળકોના મનોરંજન માટે રમતના સાધનો તેમજ શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય તો સહેલાણીઓની સંખ્યામાં વધારો થઈ શકે. ઉમરગામ તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના બ્લુ રેવોલ્યુશન અંતર્ગત દરિયા કિનારાનો ટુરિઝમ તરીકે વિકાસ થાય તે દિશામાં ધારાસભ્ય રમણભાઈ પાટકર નાણામંત્રી કનુભાઈ દેસાઈ પરિણામ લક્ષી પ્રયાસો કરે તે જરૂરી.