Vishesh News »

કાંજણરણછોડ છાત્રાલયમાં પરીક્ષાલક્ષી માર્ગદર્શન અપાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા.૨૯ : ગુજરાત રાજ્ય બોર્ડની માર્ચમાં આવી રહેલ પરીક્ષાને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન. સામાજિક નિસબત ધરાવતા સંવેદનશીલ અજીતભાઇ (આજીવન શિક્ષક) દ્વારા ઍમના ઘરે રાખી દીકરીઓને શિક્ષણ પૂરું પાડવાનું કાર્ય થઈ રહ્નાં છે. આ વિદ્યાલક્ષ્મી કન્યા છાત્રાલય, કાંજણ રણછોડ (વલસાડ)ગામમાં રહી અભ્યાસ કરતી સાવ છેવાડાના અંતરિયાળ પ્રદેશની દીકરીઓને પરીક્ષાલક્ષી જરૂરી માર્ગદર્શન પ્રા. ડૉ. આશા ગોહિલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું. ડૉ. આશા ગોહિલના વક્તવ્યમાં પરીક્ષા દરમ્યાન થતો ગભરાટથી દૂર રહી, સ્વાસ્થ્ય જાળવવાની બાબતે કરવાની કાળજી, પરીક્ષાથી નાસીપાસ બિલકુલ થવું નહીં. પરીક્ષાઓ તો અનેક આવવાની પૂરતી તૈયારી રાખી આસાનીથી ઍનો સામનો કેવી રીતે કરી શકાય ઍની માહિતી મળી. આ અંતિમ પરીક્ષા નથી હતાશ તો બિલકુલ થવું નહીં. પડકાર તરીકે લો. પરીક્ષા પરીક્ષા કરી તણાવ મહેસૂસ કરવો નહીં. આ તો શરૂઆત છે આપ જિંદગીની સફરમાં છો ઍનો આનંદ માણો. આવી અનેક વાતો થકી વિદ્યાર્થીઓને સરળ , સહજ ભાષામાં પ્રેરણા પૂરું પાડતું વક્તવ્ય આપ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી અજીતભાઇ તથા દેવરાજ બાપા દ્વારા વિષય અંતર્ગત પૂર્તિ કરવામાં આવી.