Vishesh News »

બીલીમોરા સોમનાથ પ્રા. શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) બીલીમોરા,તા.૨૯ બીલીમોરા સોમનાથ પ્રાથમિક શાળામાં બુધવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. શાળા પરિવાર અને મહાનુભાવોના હસ્તે મંગલદીપ પ્રગટાવી અને માં સરસ્વતીની પ્રાર્થના, સ્તુતિ દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બીલીમોરા સોમનાથ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન શિક્ષિકા પ્રિયંકા પટેલના માર્ગદર્શન હેઠળ ધો ૫ થી ૮ ના વિધાર્થીઓઍ વિવિધ કૃતિઓ સાથે ૫૧ જેટલા શ્રેષ્ઠ પ્રયોગો રજૂ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી યાદગાર બનાવી હતી. કાર્યક્રમમાં વૈજ્ઞાનિક મુદ્દાઓની ચર્ચા, તકનીકી, નવીન કુશળતા અને ભારતીય વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે સી આર સી કોઓર્ડીનેટર સચિન પટેલ, અગ્રણીઓ અને શાળા પરિવારે વિધાર્થીઓને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.