Vishesh News »

વાપીની સમર્પણ જ્ઞાન સ્કૂલમાં યમ્મી ટમ્મી ડે ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૯ : વાપી ખાતે આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલમા લાયંસ કલ્બ ઓફ વાપી અને સમર્પણ જ્ઞાન સ્કૂલના સન્યુક્ત ઉપક્રમે તારીખ ૨૯મી ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ બાળકોનો યમ્મી ટમ્મી ડે ઉજવાયો હતો. જેમાં ધોરણ ૧ થી૮ના બાળકોઍ ભાગ લિધો હતો. આ કાર્યક્રમમા બાળકોઍ નોન ફાયર કુકિંગની વાનગી બનાવડાવી હતી. બાળકો વાનગી બનાવવીની સામગ્રી લઇ આવ્યા હતા અને શિક્ષકગણોના સહયોગ સાથે બાળકોઍ સ્વાદિષ્ટ અને અવનવી વાનગી બનાવી હતી. આ ખાસ કાર્યક્રમ રાખવા પાછળ સ્કૂલ ચેઅર પર્સન હિના પટેલ જણાવે છે કે બાળકોને આત્મનિર્ભર બનાવવાની ઍક નાની પહેલ છે નાના અને નજીવા કાર્યો માટે બાળકોઍ બિજા પર નિર્ભર ન રહેવુ પડે ઍટલે શાળામા આ પ્રવૃતી કરાવી કે ક્યારેક બાળક ઍકલુ હોય તો જાતે આ પ્રકારની વાનગી બનાવી ભુખ સંતોષી શકે. બાળકોઍ ભેલ, ચાટ, પાણીપૂરી, સેંડવિચ, બિસ્કિટ કેક, ચોકલેટ બોલ –રોલ, પિઝા, સિકંજી, શરબત,વિવિધ સોફટ ડ્રિંક જેવી જાત જાતની વાનગી બનાવી હતી. શાકભાજી સમારતા અને મિશ્રણ કરતા – વાનગી બનાવતા બાળકોના ચેહરા પર અનેરી ખુશી ઝલકી રહી હતી. આ પ્રવૃતિ સ્કૂલ ફાઉંડર ટ્રસ્ટી લાયન મૂકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાખવામા આવી હતી.