Vishesh News »

બીલીમોરા-ગણદેવી તાલુકામાં નિયમોનો છેદ ઉડાડી ધમધમતા ઇંટના ભઠ્ઠાઓનો રાફડો

ઈંટ માટે વપરાતી માટી ની રોયલ્ટી અને જીઍસટી ની ચકાસણી થાય તો મસમોટા ટેક્ષ ચોરી નાં રેકેટ સામે આવવાની શકયતા (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૨૯ : બીલીમોરા અને ગણદેવી તાલુકાઓમાં રહેણાંક વિસ્તારો માં ઈંટ પકવતા ભઠ્ઠાઓ બેરોકટોક વધી ગયા છે. જેને કારણે રહેણાંક વિસ્તાર અને જાહેર માર્ગો પર પ્રસરતા ધુમાડાને કારણે પ્રદુષણ માં વધારો વર્તાઈ રહ્ના છે. બીલીમોરા અને ગણદેવી તાલુકા વિસ્તારના ગામોમાં ઠેર ઠેર ઇંટ પકવવાનો ગૃહ ઉદ્યોગ નિયમોનો છેદ ઉડાડી ફુલ્યો ફાલ્યો છે. રહેણાંક વિસ્તારમાં અને નદી કાંઠે બેરોકટોક ભઠ્ઠા ધમધમી રહ્ના છે. ભઠ્ઠામાં ઈંટ પકવવા માન્ય બળતણના સ્થાને પ્લાસ્ટિક વેસ્ટ નો ઉપયોગ વધતા પ્રદુષણ વધી રહ્નાં છે. જેના કારણ માં ઍકાદ બે અપવાદ ને બાદ કરતાં કોઈ ની પાસે ચીમની પણ નથી. પરીણામે શિયાળા ઋતુની ભારે હવા સાથે વાતાવરણમાં ઉપર ન ઉઠતા ધુમાડાને કારણે આંખોમાં બળતરા અને શ્વાસ જન્ય તકલીફોનો સ્થાનિકો સામનો કરી રહ્નાં છે. કોરોના કાળ બાદ ઈંટોના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. તેમ છતાં ગૃહ ઉદ્યોગના નામે નિયમોનો છેદ ઉડાડીદેવાયો છે. વહીવટી તંત્ર મુક પ્રેક્ષકનાં રોલમાં છે. જેને પગલે હવા અને પાણીનું પ્રદુષણ વધી રહ્નાં છે. અંતરીયાળનાં ગામોમાં પણ વિના પરવાનગીઍ મોટા પ્રમાણમાં આ ઈંટ પકવવા નો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કાયદાનો કોરડો વિંઝે ઍ સમયનો તકાજો છે. બીજી તરફ ઈંટ માટે માટીની રોયલ્ટી અને જીઍસટીની ચકાસણી થાય તો મસમોટા ટેક્ષ ચોરીનાં રેકેટ સામે આવવાની સંભાવના જોવાઈ રહી છે.