Vishesh News »

વલસાડની દોલત-ઉષા ઇન્સ્ટિટયૂટમાં નેશનલ સાયન્સ ડે નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ

(દમણગંગા ટાઈમ્સ) વલસાડ, તા. ૨૯ : વલસાડની દોલત-ઉષા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઍપ્લાઇડ સાયન્સિસ તથા ધીરુ સરલા ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ ઍન્ડ કોમર્સમાં પ્ગ્લ્ત્ સ્ટુડન્ટ યુનિટ નું ઉદ્ઘાટન, માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન, હિમોગ્લોબીન ઍસ્ટીમેશન કેમ્પ, ડો. પારુલ વડગામા તથા ડો. નફીસા પટેલનું વક્તવ્ય વગેરે યોજવામાં આવ્યું હતું. વલસાડની દોલત-ઉષા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઍપ્લાઇડ સાયન્સિસમાં માઇક્રોબાયોલોજીસ્ટસ સોસાયટી ઓફ ઇન્ડિયા, સ્ટુડન્ટ યુનિટનું તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડો. પારુલ વડગામા, પ્રોફેસર ઍન્ડ હેડ રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તથા અતિથિ વિશેષ તરીકે ડો. નફીસા પટેલ ઍસોસીઍટ પ્રોફેસર ઍન્ડ હેડ, માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ, નારનલાલા કોલેજ ઓફ પ્રોફેશનલ ઍન્ડ અપ્લાઇડ સાયન્સિસ, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ માઇક્રોબાયોલોજીસ્ટસ સોસાયટી ઇન્ડિયા હાજર રહ્ના હતા. આ પ્રસંગે સંસ્થાના માઇક્રોબાયોલોજી વિભાગના વિદ્યાર્થીઓઍ વિવિધ સ્પર્ધાઓ જેવી કે આર્ટ ઓન મીડિયા, ર્વકિંગ મોડેલ, સ્ટેટીક મોડલ ઓન સેલ સ્ટ્રક્ચરમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા મેડલ ઍનાયત કરવામાં આવ્યા હતા. વ્ષ્ચ્ચ્વ્ત્ફઞ્ પ્ત્ઘ્ય્બ્ગ્ચ્લ્ ઍવા નામ હેઠળ માઇક્રોબાયોલોજીસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા ના સ્ટુડન્ટ યુનિટ નું અતિથિઓ વડે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડો. સ્નેહલ જોશીના માર્ગદર્શન હેઠળ અને ડો. પારુલ વડગામાના સહયોગથી વલસાડ સિવિલ હોસ્પિટલના સભ્યો હસમુખભાઈ સુરતી, તૃષિત ગાવીત, કોમલ રાઠોડ તથા નીતિન રાઠોડની મદદથી સંસ્થાના વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબિન ઍસ્ટીમેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન સંસ્થામાં ભણતી ૩૫૦ થી વધુ વિદ્યાર્થીનીઓઍ પોતાનું હિમોગ્લોબિન ચેક કરવા માટે પોતાનું બ્લડ સેમ્પલ આપ્યું હતું. વિદ્યાર્થીનીઓનું હિમોગ્લોબીન ચેક કર્યા બાદ જરૂર જણાય તે વિદ્યાર્થીનીઓને હિમોગ્લોબિન વધારવા માટે શું પગલાં લઈ શકાય અને કઈ દવા લઈ શકાય આ અંગે ડોક્ટરો દ્વારા માહિતી પણ આપવામાં આવી હતી. આ સંગે ડોક્ટર નફીસા પટેલે ઍમઍસસી માઇક્રોબાયોલોજી ના વિદ્યાર્થીઓ માટે ૅય્ંશ્રફૂ ંશ્ પ્જ્ઞ્ણૂશ્વંણુજ્ઞ્ંશ્રંજ્ઞ્સિં્ન્દ્દ દ્દં ઘ્શ્વર્ફૂદ્દફૂ ર્ીઁ ખ્ઁદ્દજ્ઞ્ૃજ્ઞ્ણૂશ્વંણુર્જ્ઞ્ીશ્ર ય્ફૂસ્ન્જ્ઞ્સ્ર્ન્દ્દીઁણૂફૂ ર્ખ્રૂશ્વફૂઁફૂસ્ન્સ્ન્ૅ વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.