Vishesh News »

વાપીની ઉપાસના સ્કુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૮ : વાપીની ઉપાસના લાયન્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં તા.૨૮/૦૨/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય હરિકેશ શર્માના હસ્તે મંગલદીપ પ્રગટાવી વિજ્ઞાન દિવસને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓઍ પ્રાર્થના યોજી અને શાળાના આચાર્યને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું. શાળાના ધો.૫ થી ૯નાં વિદ્યાર્થીઓઍ વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા. રોબોટ, વોટર પ્યુરીફીકેશન, ન્યૂટન લો, હાર્ટ ફંકશન, લો ઓફ મોશન, ઍસિડ રેન, પોલ્યુશન પ્રોબ્લેમસ ઍન્ડ પ્રીવેન્શન, લાભકારી ઍસિડનો ઉપયોગ, વરસાદના પાણીનો બચાવ વગેરે વિવિધ પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય હરિકેશ શર્માઍ પોતાના પ્રવચનમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું ઐતિહાસિક મહત્વ સમજાવીને વર્તમાન યુગમાં વિજ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને માર્ગદર્શક શિક્ષકોની મહેનતને બિરદાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના બનીતા મહેતા, ડો. જુમના મૈતી, નિવેદીતા ચાંડોરકર, રીટા યાદવ, મીના સાજી, પ્રિયંકા શાહ, સબિતા સિંગ, જ્યોતિ ગોખરે, સંદિપ યાદવ, મિહિર ડોડિયા, ગ્રિજેશ યાદવ વગેરે ભારે મહેનત ઉઠાવી હતી. છેવટે રાષ્ટ્રગીત ગાઈ સૌ છુટા પડ્યા. કાર્યક્રમ દરમિયાન આનંદ-ઉલ્લાસ છવાય ગયો હતો.