Vishesh News »

અતુલના ૧૪મા ઉલ્હાસ કપ ઈન્ટર સ્કુલ ટુર્ના.માં ઍમ.કે. મહેતા સ્કુલ ચેમ્પિયન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) અતુલસ જીમખાના આયોજિત ૧૪ મો ઉલ્હાસ કપ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા જિલ્લાની ૧૬ શાળાની ટીમલી ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં ઍમ કે મહેતા હાઈસ્કૂલ ઉમરગામ અને વલસાડની આર જે હાઇસ્કુલ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ વચ્ચે રમાતા ઉમરગામની ઍમ. કે.મહેતા હાઇસ્કુલ ચેમ્પિયન બની જયારે વલસાડની આરજે જે ઇંગ્લીશ મીડીયમ સ્કુલ રનર્સ અપ રહી હતી. ઉલ્હાસ જીમખાના આયોજીત ૧૪ મો ઉલ્હાસ કપ ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ (વલસાડ જિલ્લા) તા.૨/૦૧/૨૦૨૪ થી તા.૯/૦૧/૨૦૨૪ સુધી ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાની ૧૬ સ્કૂલોઍ ભાગ લીધો હતો. જેમાં ફાયનલ મેચ ઍમ. કે. મહેતા હાઈસ્કૂલ (ઉમરગામ) વિરુધ્ધ આર. જે. જે. હાઈસ્કૂલ (ઈગ્લીશ મીડીયમ) વલસાડ વચ્ચે રમાઈ હતી. જેમાં ઍમ. કે. મહેતા હાઈસ્કૂલ (ઉમરગામ) નો વિજય થયો હતો. બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ ફીલ્ડર તરીકેનાં ઈનામો શેઠ આર. જે.જે. હાઈસ્કૂલનાં ખેલાડીઓ અનુક્રમે મ્રુણાલ અને દર્શીતનાં ફાળે ગયા હતા. તેમજ મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝનાં ઈનામો અનુર્ક્મે મયંક અને સિધ્ધેશનાં ફાળે ગયા હતા. આ ટુર્નામેન્ટનાં ઉદ્ઘાટન તેમજ ઈનામવિતરણનાં કાર્યક્રમમાં કમલ દેસાઈ, મિનેષ પટેલ, વિજય પટેલ, સુનિતાબેન પટેલ, નરેન્દ્રભાઈ ટંડેલ, વેલફેર ગ્રુપ (ઉમરગામ) નાં સદસ્ય યોગેશભાઈ ભંડારી, નરેન્દ્ર શુક્લે, અંકુરભાઈ, રાકેશભાઈ, દિપક દેસાઈ, ઈશ્વરભાઈ પટેલ,રમેશભાઈ ટંડેલ, ડો.આશીષ પટેલ, સંજય નાયક, સ્કૂલનાં સ્પોર્ટ્સ ટીચર અશોકભાઈ ટંડેલ, કેતન, અજય માછી, અતુલ કંપનીનાં જનરલ મેનેજર (યુ ઍન્ડ ઍસ) ગૌતમભાઈ દેસાઈ,વલસાડ તાલુકા પંચાયતનાં પ્રમુખ મીનાબેન ઠાકોર, સંજયસિંહ ઠાકોરનાં હસ્તે વિજેતા-ઉપવિજેતા ટીમોને રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફીઓ ઍનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે વિવેકભાઈ (વેલફેર ગ્રુપ, ઉમરગામ), સંજયસિંહ ઠાકોર, સુંદર પસ્તાગીયા, નરેન્દ્રભાઈ ટંડેલ તેમજ ભોજનની વ્યવસ્થા પૂરી પાડવા બદલ કમલભાઈનો તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી આપવા બદલ અતુલ કંપનીનાં મેનેજમેન્ટનો ઉલ્હાસ જીમખાનાનાં જનરલ સેક્રેટરી જે. ડી. પટેલે આભાર માન્યો હતો.