Vishesh News »

નામધા ખનકીની ડ્રેજીંગ અને લાઈનીંગની કામગીરી અધુરી, કયારે પુર્ણ થશે ?

છેલ્લા બે વર્ષથી જે-ટાઈપથી નિકળતી નામધા ખનકીમાં વરસાદી પાણીના ભરાવને કારણે થતી સમસ્યાના ઉકેલ માટે કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેજીંગ અને લાઈનીંગની કામગીરી હાથ ધરાઈ પરંતુ આજે પણ અધુરી રહેતા સ્થાનિક લોકો પરેશાન (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૮ ઃ વાપીના જે-ટાઈપથી નિકળતી નામધા ખનકીનું ખડકલા સુધીનું ડ્રેજીંગ અને લાઈનીંગની કામગીરી હાલમાં બંધ અવસ્થામાં જેવી. ચોમાસા પહેલા કામગીરી પુર્ણ થશે કે કેમ ? તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્નાં છે. પ્રા વિગત મુજબ વાપીના નવા રેલ્વે ગરનાળામાં દર ચોમાસે વરસાદી પાણી ભરાઈ જવાના બનાવને ધ્યાને લઈ પાલિકા દ્વારા જે-ટાઈપથી નામધા, ખડકલાથી દમણગંગા નદીને મળતી નામધા-ખનકીનું ડ્રેજીંગ અને લાઈનીંગ કરવા માટે કરોડો રૂપિયાનો પ્રોજેકટ હાથ ધરાયો હતો અને આ પ્રોજેકટને હાલમાં ૨ વર્ષ થઈ જવા પામ્યા છે પરંતુ હજુસુધી માત્ર જે-ટાઈપથી વાપી નવી નગરી સુધી પણ કામગીરી થઈ નથી અને તે પણ માત્ર અધુરી રહી છે. તો આ ખનકીનું કામગીરી કેમ આગળ વધતી નથી જે અંગે પાલિકા વહીવટી તંત્ર દ્વારા ડ્રજીંગ અને લાઈનીંગની કામગીરી કરતી ઍજન્સી સામે પગલા લઈ તાત્કાલીક કામગીરી પુર્ણ કરાવે જેને લઈ આગામી ચોમાસા દરમ્યાન આ ખનકીમાંથી વરસાદી પાણી સરળતાથી પસાર થઈ જાય અને પાણી ભરાવાનો પ્રશ્ન ન ઉભો થાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. જા કે હાલમાં જે-ટાઈપથી નામધા ખનકીની આજુબાજુમાં બની રહેલા હાઈરાઈઝ બિલ્ડીંગ વિસ્તારમાં જ ડ્રેજીંગ અને લાયનીંગની કામગીરી કરાય છે. પરંતુ આગળ ખુલ્લી જમીન તેમજ આદિવાસી વિસ્તારમાં કામગીરી કેમ આગળ વધતી નથી તેવા અનેક પ્રશ્ન લોકો કરી રહ્નાં છે.