Vishesh News »

વાપીના મહાત્મા ગાંધી માર્ગ પર ગેરકાયદે દબાણો કયારે દુર થશે ?

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૮ : વાપીના મહાત્મા ગાંધી માર્ગ પર રેલ્વે સ્ટેશનની બહાર આડેધડ લારી-ગલ્લાવાળાઅોના દબાણને લઈ ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઈ રહી છે પરંતુ વાપી નગરપાલિકા અને સ્થાનિક પોલીસ વિભાગના ટ્રાફિક પોલીસ પણ બેધ્યાન રહેતાં દુકાનદારો તેમજ આ રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો પરેશાન બની રહ્નાં છે. પ્રા વિગત મુજબ વાપીમાં ટ્રાફિકની સમસયા ખુબ જ દિવસે ને દિવસે વધતી જ જાય છે અને રસ્તા પર અનેક સ્થળે લારી-ગલ્લાવાળાઅોનું દબાણ પણ વધી રહ્નાં છે. તેમ છતાં વાપી નગરપાલિકાનું વહીવટીતંત્ર તેમજ દબાણ હટાવ વિભાગ દ્વારા વાપીમાં કોઈપણ કામગીરી હાથ નહી ધરાતા રસ્તાની આજુબાજુ દબાણો વધી રહ્નાં છે. જેમાં ખાસ કરીને વાપી રેલ્વે સ્ટેશનની બહારથી ઝંડાચોક જુના ફાટક સુધીનો મહાત્માગાંધી માર્ગ વર્ષો બાદ આરસીસી રોડનો બનાવાયો છે અને આ રોડ બનતા જ અહીથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેવી વાહન ચાલકો તથા રાહદારીઅો માની રહ્ના હતાં. પંરંતુ આ રસ્તા પર રેલ્વે સ્ટેશનની બહાર દિવાલની બાજુમાં આડેધડ ૧૦થી ૧૨ જેટલી લારીઅો, નાસ્તાની લગાવાઈ છે. જેને કારણે અહી કાયમી ટ્રાફિક રહે છે. જે અંગે અનેક વખત વાપી નગરપાલિકામાં તથા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદો પણ કરાઈ છે. પરંતુ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કે કોઈપણ પગલા નહી લેવાતા અહીં લારી-ગલ્લાવાળાઅો મોડી રાત્રે સુધી લારીઅો ચાલુ રાખે છે અને અહીં ટ્રાફિકની સમસ્યા ઉભી થતી રહી છે જે અંગે અનેક વખત વાહન ચાલકો અને લારી-ગલ્લાવાળાઅો સાથે બોલાચારી અને હાથાપાઈ પણ થતી રહે છે. જે અંગે હવે વાપી પાલિકાનું દબાણ હટાવ વિભાગના સુપરવાઈઝર પણ કામગીરી નહી કરતા હોય અને આ દબાણ કર્તાઅો સાથે મળી ગયા હોય તેવી ચર્ચા સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોમાં થઈ રહી છે. તો પાલિકા દ્વારા આ દબાણ તત્કાલીક હટાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્નાં છે.