Vishesh News »

વાપીમાં રવિવારે દુકાન ખુલ્લી રાખનાર સામે પગલા લેવા વેપારી ઍસો.ની માંગ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૮: વાપી મુખ્ય બજારમાંથી રવિવારી બજાર હટાવવા માટે પાલિકાને બજારના વેપારી ઍસોસીઍશન દ્વારા જણાવેલ કે દર મહિનાના છેલ્લા રવિવારે મુખ્ય બજારની તમામ દુકાનો બંધ રહેશે પરંતુ છેલ્લા બે રવિવારથી કેટલાક કપડાના વેપારીઅો દ્વારા તેમની દુકાન ચાલુ જ રાખતા વેપારી ઍસો.ના સભ્યો દ્વાર આ વેપારી સામે પગલા લેવા સામે પાલિકાના ગુમાસધારા વિભાગને રજુઆત કરાઈ છે. પ્રા વિગત મુજબ વાપીના મુખ્યબજારમાં દર રવિવારે અગાઉ રવિવારી બજાર ભરાતુ હતુ અને જેમાં અનેક ચીજવસ્તુઅોનું વેચાણ થતુ હતુ જે અંગે વાપીના બજારમાં ટ્રાફિકની સમસ્યા તેમજ દુકાનદારો સાથેના ઘર્ષણને ધ્યાને લઈ વાપીના મુખ્ય બજારના વેપારીઅોનું ઍસોસીઍશન દ્વારા વાપી નગરપાલિકામાં રજુઆત કરાઈ હતી કે આ રવિવારી બજાર હંમેશા માટે બંધ કરાવો જેનાથી ટ્રાફિકની સમસ્યા અોછી થશે. તો સાથે સાથે વાપી નગરપાલિકાના તત્કાલીન ચીફ અોફિસર શૈલેષ પટેલ અને પાલિકાના ઉપપ્રમુખ અભયભાઈ શાહ દ્વારા વેપારીઅોને જણાવેલ હતુ કે આ રવિવારી બજાર બંધ કરાવીઍ પરંતુ તમામ વેપારીઅોઍ પણ સહયોગ આપવો પડશે. જેને લઈ બજારમાં સાફસફાઈ તેમજ ટ્રાફિક અોછી થશે. જે અંગે દર મહિનાના છેલ્લા રવિવારે બજારની તમામ દુકાન બંધ રાખવા પડશે. જેનો વેપારીઅોઍ ઍક સાથે જવાબ આપી મહિનાના છેલ્લા રવિવારે તમામ દુકાનો બંધ રખાશે. પરંતુ બેઍક મહિનાથી વાપીના મુખ્ય બજારમાં આવેલ ૩ થી ૪ જેટલી તૈયાર કપડા અને સાડીનું વેચાણ કરતી દુકાન ખુલ્લું રાખે છે જેને લઈ આ રવિવારે વાપીના મુખ્ય બજારના તમામ વેપારીઅો ભેગા થઈ આ દુકાનદાર પાસે પહોચ્યા હતાં તેઅો દુકાન કેમ ચાલુ રાખે છે તેવી દલીલો કરી હતી. ત્યારે દુકાનદારે દુકાન ચાલુ જ રાખવાનું કહેતા ઍસોસીઍશનના સભ્યો ગુસ્સે ભરાયા હતાં અને જે અંગે વાપી નગરપાલિકામાં દુકાનદારો કાયદો તેમજ ઍસોસીઍશનના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્ના છે તેમની સામે ગુમાસધારા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. શું હવે વાપી નગરપાલિકાનું ગુમાસધારા વિભાગ આવા દુકાનદારો સામે પગલા લેશે કે કેમ ? તેવા પણ પ્રશ્ન અનેક વેપારીઅોમાં થઈ રહ્નાં છે અને જા દુકાનો ચાલુ જ રાખવામાં આવશે તો ફરીથી રવિવારી બજાર મુખ્યબજારમાં ચાલુ થઈ જશે તેવી ચર્ચાઅો થઈ રહી છે.