Vishesh News »

વાપીમાં વધતી જતી ગુનાખોરીને અંકુશમાં લાવવી જરુરી

વાપીનો પત્ર મનોજ ભંડારી, વાપી: વાપીમાં વધતી જતી ગુનાખોરીનો ગ્રાફ જોતા અગામી દિવસોમાં વાપી આખુ યુપી બિહારને ટપી જશે. તેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા પોલીસે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરાવવા માટે અસામાજિક તત્વોને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. વાપીમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિ તેમજ ગુનાખોરીનું વાતાવરણ નૃત્ય વણથંભ્યુ ચાલુ રહ્નાં છે. જેમાં વાપી ટાઉન, વાપી ઉદ્યોગ નગર અને ડુંગરા પોલીસ મથકની હદમાં ગુનાખોરીની પ્રવૃતિઓ ખૂબ જ વધી જવા પામી છે અને સમગ્ર વાપી પંથકમાં રાત્રી દિવસ દરમિયાન ઘરફોડ ચોરી, દુકાનના તાળા તોડી ચોરી કરી જવી તથા ખુલ્લેઆમ સ્નેચિંગ અને મોબાઇલ સ્ટેચિંગ થઈ રહી છે. સાથે વાપી પંથકમાં દમણ અને દાનહ તથા અન્ય વિસ્તારમાંથી અસામાજિક તત્વો અને બુટલેગરો ગમે ત્યારે વાપી પંથકમાં આવી જાહેરમાં તથા સોસાયટીઓમાં ગેરકાયદે પ્રવેશ કરી ધારદાર હથિયાર વડે ઍકબીજાને માર મારી તથા લૂંટ ચલાવી જવું યુવતીઓને જાહેરમાં છેડતી તથા અપહરણ કરી જવાની ઘટનાઓ રોજે રોજ બની રહે છે વાપી જીઆઇડીસીના થર્ડફેસ, ફોર ફેસ તથા અન્ય વિસ્તારોમાં રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહન ચાલકોને લૂંટી માર મારી જવાની ઘટનાઓ પણ હવે સામાન્ય બની જવા પામી છે. ત્યારે પોલીસ વિભાગ પણ રાત્રિ પેટ્રોલિંગ ઓછું કરતી હોય તેવી સ્થિતિ વાપીમાં દેખાઈ રહી છે. સાથે વાપીમાં હવે ચોર લુંટારા તેમજ અસામાજિક તત્વોને પોલીસનો ડર કે ભય રહેલો નથી અને તેઓ પોલીસને પણ જાહેરમાં પડકાર ફેંકતા હોય તેવા ગુનાઓ કરી રહ્ના છે. જોકે વાપી પંથકમાં આ પરિસ્થિતિ અગાઉના બાહોશ પોલીસ અધિકારીઓની વિદાય બાદ આ પરિસ્થિતિ ઉભી થવા પામી છે. આજે આપણે ખાસ કરીને જોઈશું તો અનેક અખબારોમાં ક્યાંક ઍવું વાંચવા નહીં મળે કે ફલાણી હત્યાના ગુનેગારો કે ફલાણી લૂંટના કીમિયાગારો ઝડપાયા. જે કોઈ સમાચારો ચમકે છે તે માત્ર દારૂ ઝડપાયાના અને ઍનો અર્થ ઍ થયો કે હત્યા લૂંટ ઝડપ વગેરેના ગુનાકારો કરતાં પોલીસ વિભાગને મનમાં દારૂબંધી અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને રોકી નિયમોનો ભંગ વધુમાં વધુ ગંભીર ગુનો છે. તેવું પરિસ્થિતિ ઉભી થયેલી જોવા મળી રહી છે. જાકે વાપી પંથકમાં મોટાભાગના અનેક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ખાનગી તેમજ લોકભાગીદારીથી અને સરકાર ્દ્વારા લગાવાયા છે. પરંતુ આમાના મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ અવસ્થામાં રહેતા ગુનેગારો વાપીથી ગુનો કરી આસાનીથી સંઘપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર તથા અન્ય વિસ્તારોમાં પલાયન થઈ હોય છે.