Vishesh News »

દમણ ફાયર વિભાગ દ્વારા હોલી ટ્રિનિટી સ્કૂલ ખાતે ફાયર સેફટી અવેરનેસ પ્રોગ્રામ અને ઈવેક્યુઍશન ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) દમણ, તા.૨૮ઃ દમણમાં શાળાના બાળકો અને શિક્ષકોને ફાયર વિભાગ દ્વારા આગજનીની જેવી કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. આ ક્રમમાં, કેન્દ્રશાસિત પ્રદેશ ૩ઝ઼ ત્ઞ્ અને દમણ ફાયર ઍન્ડ ઇમરજન્સી સર્વિસીસના ડાયરેક્ટર મિલિંદ મહાદેવ ડુમ્બ્રેના માર્ગદર્શન હેઠળ દમણ ફાયર વિભાગે નાની દમણની હોલી ટ્રિનિટી સ્કૂલ ખાતે ફાયર સેફટી અવેરનેસ પ્રોગ્રામ અને ઇવેક્યુઍશન ડ્રિલનું આયોજન કર્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં દમણ ફાયર ઍન્ડ ઈમરજન્સી સેવાના મદદનીશ નિયામક ઍ. ના. વાલા અને તેમની ટીમે હોલી ટ્રિનિટી સ્કૂલના બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફને બેઝિક ફાયર સેફટી વિશે માહિતી આપી હતી. આ દરમિયાન આગ લાગવાના કિસ્સામાં પોતાને કેવી રીતે બચાવી શકાય અને આગમાં ફસાયેલા અન્ય લોકોને કેવી રીતે રાહત આપવી તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન પ્રાયોગિક ઈવેક્યુઍશન ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગને કેવી રીતે કાબુમાં લઈ શકાય અને આગને કેવી રીતે ફેલાતી અટકાવી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.