Vishesh News »

વલસાડમાં નાડકર્ણી હોસ્પિટલ દ્વારા નારી શક્તિ પુરસ્કાર કાર્યક્રમ ૧૦ માર્ચે યોજાશે

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા.૨૮ઃ પારડીના નાડકર્ણી પરિવારે કેન્સર ઉપર વર્ષો સુધી સંશોધન કર્યા બાદ પોતાની તબીબ માતા ઍવી પૂર્ણિમા નાડકણીનું કેન્સરમાં અવસાન થતા માતાની યાદમાં તબીબ પુત્રો દ્વારા પ્રથમવાર વલસાડમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ પુરસ્કાર કાર્યક્રમ ૧૦ માર્ચના રોજ રાખવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ વિભાગમાં સેવા કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવનાર બાબતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. વલસાડ પારડી અને વાપીમાં નાડકર્ણી ૨૦ ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર ધરાવતા તબીબ ડૉ. અક્ષયભાઈ નાડ કર્ણી ઍ આજરોજ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મારી માતા સ્વ. પૂર્ણિમાબેન નાડકર્ણી તેમજ અમારા પરિવાર દ્વારા વર્ષો સુધી કેન્સર ઉપર સંશોધન કરવામાં આવ્યું હતું. જે બાદ મારી માતા ડૉ. પૂર્ણિમાબેનનું કેન્સરમાં અવસાન થયું હતું. માતા ડોક્ટર પૂર્ણિમા નાડકર્ણી દ્વારા નાડકર્ણી મેડિકલ ફાઉન્ડેશન દ્વારા કેન્સરના જરૂરત મંદ કે આદિવાસી વિસ્તારના દર્દીઓને મફત સારવાર આપવામાં આવતી હોય છે. માતાની યાદમાં તબીબ પુત્ર ડૉ. અક્ષય ભાઈ નાડકર્ણીઍ વલસાડમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં, ૨૧સ્ન્દ્દ ણૂફૂઁદ્દ્યશ્વક્ક હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર નાડકર્ણી મેડિકલ ફાઉન્ડેશનના સહયોગથી પ્રતિષ્ઠિત ડૉ. પૂર્ણિમા નાડકર્ણી નારી શક્તિ પુરસ્કાર ઍવોર્ડનું આયોજન ૧૦મી માર્ચે વલસાડના મોંઘાભાઈ હોલમાં સવારે ૧૦ૅં૩૦ થી બપોરે ૧ કલાક દરમિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય સશક્તિકરણ અને સ્થિતિસ્થાપકતાની ભાવનાને મૂર્તિમંત કરીને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર ઉત્કૃષ્ટ મહિલાઓનું સન્માન અને ઓળખ કરવાનો છે. ઍવોર્ડ સમારોહ પ્રેરણાથી ભરેલી સાંજનું વચન આપે છે, જે નોંધપાત્ર મહિલાઓની સિદ્ધિઓ અને સમર્પણનું પ્રદર્શન કરે છે. આ ટ્રેલબ્લેઝર્સની સિદ્ધિઓને માત્ર હાઇલાઇટ કરતું નથી પરંતુ લિંગ સમાનતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પ્રતિબદ્ધતાને પણ પ્રોત્સાહિત કરે છે.વલસાડ જિલ્લાની તમામ મહિલા સિદ્ધિઓ માટે ખુલ્લું છે. આ ઇવેન્ટમાં અલગ અલગ ૧૨ કેટેગરીમાં મહિલાઓઍ કરેલી સેવા કામો અંગે નિષ્ણાંતો દ્વારા નક્કી કરાયા બાદ નક્કી કરવામાં આવશે.