Vishesh News »

વાપી પાલિકાઍ નગરજનોનો મોરચો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૮ ઃ વાપી પાલિકાના વોર્ડ નંબર ૯ માં આવેલ કુંભારવાડ, સુથારવાડ અને પાંચઆંબા વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોને પાયાની સુવિધાઓ નહીં મળતા આજે પાલિકામાં મોટી સંખ્યામાં રેલી આકારે પહોંચી પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહને રજૂઆત કરી તાત્કાલિક તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવાની માંગ કરવામાં આવી હતી. પ્રા વિગત મુજબ વાપી નગર પાલિકાના વોર્ડ નંબર ૯ માં આવતા કુંભારવાડ, સુથારવાડ પાંચઆંબા અને નવીનગરી વિસ્તાર ઍટલે કે પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ, માજી પ્રમુખ હીનાબેન હળપતિ અને કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ દેસાઈનો વોર્ડ છે. અહીં છેલ્લા ઘણા સમયથી રહેતા સ્થાનિક આદિવાસી સમાજના લોકો અને ખેતીની જમીન ઉપર ગેરકાયદે બનાવવામાં આવેલી ચાલીઅોમાં રહેતા પરપ્રાંતીઓને પાલિકા દ્વારા પીવાના પાણી, ગટર અને રસ્તા તેમજ ભૂગર્ગ ગટર યોજનાનો લાભ નહીં મળતા તેમજ ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ નહીં થતાં પાણી ભરાવાના બનાવો બની રહ્ના છે. જેને ધ્યાને લઈ આજે આમ આદમી પાર્ટી અને કેટલાક આદિવાસી કહેવાતા નેતાઓની આગેવાનીમાં તથા સ્થાનિક આદિવાસી મહિલા જશોદાબેન હળપતિની આગેવાનીમાં મોટી સંખ્યામાં રેલી આકારે આ વોર્ડના લોકો રેલી આકારે વાપી નગરપાલિકા કચેરીઍ પહોંચી પાલિકા પ્રમુખ અને વહીવટીતંત્ર વિરુદ્ધ તથા સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરીને પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહને રૂબરૂ મળી રજૂઆત કરી આવેદનપત્ર આપીને તેઓને તાત્કાલિક પાયાની સુવિધાઓ આપવા માટે માંગ કરવામાં આવી હતી. જોકે આગામી દિવસોમાં તેઓને મળવાપાત્ર તમામ સરકારી સુવિધાઓ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.