Vishesh News »

વલસાડનું મોરારજી દેસાઇ મ્યુઝિયમ ૪ વર્ષથી બંધ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા.૨૮ઃ વલસાડના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનના નામે પાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા મોરાજી દેસાઈ મ્યુઝિયમ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહ્નાં છે. અગાઉ શાળાના વિદ્યાર્થીઓઍ મોરારજી દેસાઈ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે. વલસાડના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈ વલસાડના ભદેલીગામના છે. મોરારજી દેસાઈના નામે વલસાડ નગરપાલિકા દ્વારા કેરી માર્કેટ સામે સ્મારક બનાવવામાં આવ્યું છે. તો વલસાડ નગરપાલિકા દ્વારા ઍસટી ડેપોની સામે કરોડોના ખર્ચે તેમના અવનવી તસવીરોની સાથે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. ચુસ્ત ગાંધીવાદી હોવાથી મોરારજી દેસાઈ અનાવિલ સમાજમાં જાણીતા થયા છે. તેમના આ સ્વભાવથી અન્ય અનાવેલ સમાજના વડીલો ગાંધીવાદીઓ પણ પ્રેરાયા છે. તો બીજી તરફ વલસાડના ભદેલી ગામે તળાવ કિનારે તાત્કાલિક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે. આમ તો મોરારજી દેસાઈની ફેબ્રુઆરી ની ૨૯ મી ઍ તેમનો જન્મદિવસ આવતો હોય જો કે દર વર્ષે ફેબ્રુઆરી ૨૮ મહિનો આવે છે અને ૨૯ મી તારીખ ૪ વર્ષ બાદ આવતી હોય છે. ચાલુ વર્ષે ૨૯ મી તારીખ આવતી હોવાથી વલસાડ નગરપાલિકા તેમજ તેમના ભદેલી ગામમાં જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. તેમજ સરકારી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે. વલસાડ નગરપાલિકા દ્વારા આશરે ૨૦૧૬મા કરોડોના ખર્ચે વલસાડના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે વલસાડ ઍસટી ડેપો પાસે આવેલા રંગ ઉપર શોપિંગ સેન્ટરના પ્રથમ માળે મોરારજી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિકમાં તેમની અલગ અલગ તસવીરો લેખો પણ લગાવવામાં આવ્યા છે. વલસાડ નગરપાલિકાની અણઘટ વહીવટના કારણે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ મોરારજી દેસાઈ મ્યુઝિયમ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહ્ના છે. જોકે આવતીકાલે ૨૯ ફેબ્રુઆરીના રોજ મોરારજી દેસાઈનો જન્મદિવસ હોવાથી નગરપાલિકા દ્વારા આ મ્યુઝિયમની સાફ-સફાઈ કરાવી ફરીવાર બંધ કરી દેવામાં આવશે. પરંતુ આવા દેશના નેતાઓ માટે પ્રેરણા રૂપ બનેલા મોરારજી દેસાઈ મ્યુઝિયમને કાયમ માટે ખોલવામાં આવે તેવી માંગણીઓ થઈ રહી છે. અગાઉ મોરારજી દેસાઈ મ્યુઝિયમ ની કેટલીક શાળાઓના બાળકોઍ મુલાકાત લીધી હતી.